ગુજરાતટોપ ન્યૂઝવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી
રાજકોટની 591 ગ્રામપંચાયતોનું હાઇસ્પિડ ઇન્ટરનેટ સાથે જોડાણ
રાજકોટ જિલ્લાના 591થી વધુ ગ્રામપંચાયતોનું ફાઇબર ઓપ્ટિકલના માધ્યમથી હાઇસ્પિડ ઇન્ટરનેટ સાથે જોડાણની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આ અંગે એવો દાવો પણ કરાયો છે કે, હવે ગ્રામજનોને સરકારી વહીવટી પ્રક્રિયા અંતર્ગત ઇન્ટરનેટમાં હાઇસ્પિડની સુવિધા ઉપલબ્ધ બનશે !
છાસવારે ઉદ્દભવતી સર્વર ડાઉનની સમસ્યાઓનું નિરાકરણ
આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં 99.97 ટકા ગ્રામપંચાયતોમાં ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી આપવાની યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની 591 ગ્રામપંચાયતોનું ફાઇબર ઓપ્ટિકલ દ્વારા હાઇસ્પિડ ઇન્ટરનેટ સાથે જોડાણ કરી દેવામાં આવ્યું છે. ઇ-ગ્રામ સેન્ટરોમાં હાઇસ્પિડ ઇન્ટરનેટની સુવિધા મળી રહે તેવા હેતુથી ઇન્ટરનેટને લઇને આધુનિક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. બીજી તરફ ગ્રામજનો દ્વારા છાસવારે સર્વર ડાઉન હોવાને કારણે દાખલાઓ કાઢવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદો કરી રહ્યા છે. હાલ આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ગ્રામજનોને આવકનો દાખલો કઢાવવા સહિતની કામગીરીમાં સર્વર ડાઉનને કારણે મુશ્કેલીઓની ફરિયાદો વચ્ચે તંત્ર દ્વારા હાઇસ્પિડ ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.