અમદાવાદમાં કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધતા આઈડ્રોપ ખૂટી પડ્યા, સરકાર પાસે વધુ 50 હજાર આઇડ્રોપની કરાઈ માગણી
અમદાવાદમાં આંખનો રોગ વધ્યો છે. જેમાં અંખિયા મિલાકેનો વાવર ફેલાતા રોજ બરોજ કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરની હોસ્પિટલોમાં કેસ વધવાને કારણે આઈડ્રોપ ખૂટી પડ્યા હોવાની વિગતો સામે આવી છે.
કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધતા આઈડ્રોપ ખૂટી પડ્યા
હાલ રાજ્યમાં કનઝંક્ટીવાઈટીસ હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ ના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ આંખ આવવાની બિમારીએ જોર પક્ડું છે. ત્યારે શહેરમાં કન્જક્ટીવાઈટીસના દર્દીઓ વધવાના કારણે આઈડ્રોપ ખૂટી પડ્યા હોવાની વિગતો સામે આવી છે. આઈડ્રોપ ખૂટતા કોર્પોરેશને સરકાર પાસે વધુ 50 હજાર આઇડ્રોપની માગણી કરી છે.
અમદાવાદમાં ન્જક્ટીવાઈટીસના દર્દીઓમાં વધારો
શહેરમાં કન્જક્ટીવાઈટીસના દર્દીઓમાં વધારો થયો છે, અમદાવાદ સિવિલમાં દરરોજ દોઢસો દર્દીઓ આવી રહ્યા છે.ગઈ કાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 298 કેસ નોંધાયા હતા, જ્યારે કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર પર પણ રોજના 20 કેસ આવતા હોય છે, એટલે કે શહેરના 82 અર્બન હેલ્થ સેન્ટર પર રોજના 1600 કેસ આવતા હોય છે. ત્યારે શહેરમાં કેસોમાં વધારો થતા આઈડ્રોપ ખૂટી પડ્યા છે.જેથી કોર્પોરેશને સરકાર પાસે વધુ 50 હજાર આઇડ્રોપની માગણી કરી છે. મહત્વનું છે કે શહેરમાં અત્યાર સુધી 17 હજાર જેટલા આઈડ્રોપ અપાઈ ચૂક્યા છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રોજના 150 થી 160 દર્દીઓ કન્જકટીવાઈટિસના આવતા હોય છે.
રાજ્યના મોટા ભાગના જિલ્લામાં કેસોમાં વધારો
રાજ્યના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં હાલમાં છેલ્લા પંદરેક દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારી દવાખાનાઓ, હોસ્પિટલો અને પ્રાઈવેટ દવાખાનાઓમાં આ રોગના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે કન્ઝક્ટિવાઈટિસના કેસમાં મોટો ઉછાળો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. કન્જક્ટિવાઈટીસ ચેપી રોગ હોવાને કારણે મોટી ઉંમરના લોકોની સાથે બાળકો પણ જલ્દી તેની ઝપેટમાં આવી જતા હોય છે.જો કે આંખોમાં જોવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર નથી, પણ આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે.
આ પણ વાંચો : ભાવનગર ખાતે નવી શિક્ષણ નીતિનાં ત્રણ વર્ષ પૂર્ણ થવાના અવસરે પત્રકાર પરિષદ યોજાઇ