કુંભ રાશિમાં શનિ સાથે કેટલાય ગ્રહોનો સંયોગઃ કઇ રાશિની બદલાશે કિસ્મત?
શનિ કુંભ રાશિમાં ગોચર કરી ચુક્યો છે. એવુ માનવામાં આવે છે કે ગ્રહ રાશિ પરિવર્તન કેટલાય પ્રકારના બદલાવ લાવે છે. 30 વર્ષ બાદ શનિ કુંભ રાશિમાં આવ્યો છે. તો તેના પરિણામો પણ પ્રભાવશાળી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૌરમંડળમાં શનિ સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. તેથી શનિ એક રાશિમાં અઢી વર્ષ ભ્રમણ કરે છે. કુંભ રાશિ શનિની ખુદની સ્વરાશિ છે. તેથી શનિ કુંભ રાશિમાં ખુબ જ પ્રસન્ન સ્થિતિમાં રહે છે.
સાડા સાતી અને ઢૈયાની સ્થિતિ શું હશે?
ધન રાશિમાં સાડા સાતી સમાપ્ત થઇ જશે. કુંભ રાશિ પર સાડા સાતીનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. મકર પર સાડાસાતીનો અંતિમ તબક્કો શરૂ થઇ ગયો છે. મીન રાશિ પર સાડાસાતી શરૂ થશે. મિથુન અને તુલા રાશિની ઢૈયા ખતમ થશે. કર્ક અને વૃશ્ચિક રાશિની ઢૈયાનો આરંભ થશે. જે વ્યક્તિની જન્મ કુંડળીમાં શનિની સારી સ્થિતિ હશે તેને શનિની સાડાસાતી ઉત્તમ ફળ આપશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની સાડેસાતી સારુ ફળ આપે છે અને ખરાબ ફળ પણ આપે છે. સાથે સાથે જે રાશિઓની ઢૈયા ચાલી રહી છે, તેના જાતકોએ પોતાની માતાના આરોગ્યનો ખ્યાલ પણ રાખવો પડશે. જેની કુંભ રાશિ ખુદની છે તેના માટે આ સાડા સાતી વરદાન સાબિત થશે.
દેશદુનિયા પર શું થશે અસર
શનિના રાશિ પરિવર્તનથી દુનિયામાં સ્થિરતા આવશે. દુનિયાભરની મંદીમાં સુધારો આવશે. લોકતંત્રની સ્થિતિ મજબુત બનશે. જનતા માટે કલ્યાણકારી યોજનાઓ બનશે. ન્યાય વ્યવસ્થા વધુ સક્રિય બનશે. દેશ દુનિયા માટે મોટા નિર્ણયો લેવાશે. ખાધાન્નો પર સારા પ્રભાવ પડશે. ઓછી કિંમતે કાચુ તેલ અને ગેસ ખરીદી શકાશે.દેશમાં આ વસ્તુઓની કોઇ કમી નહીં રહે. વિદેશી વેપારમાં દેશ પ્રગતિ કરશે.
શનિના શુભપ્રભાવો માટે અચુક કરો આ ઉપાય
- શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરાવવો લાભદાયક રહેશે.
- શનિજેવના મંત્ર ઓમ પ્રાં પ્રીં પ્રોં સઃ શનૈશ્વરાય નમઃ મંત્રનો દાપ કરો
- એક દિવેટ કરી તેમાં લોબાન અને સરસવના તેલનો દીવો કરી શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવો
- શનિદેવના કોઇ પણ સ્ત્રોતનો મન લગાવીને પાઠ કરો
આ પણ વાંચોઃ આમાંથી કોઇ પણ સંકેત મળે તો સમજી લેજો કે આવી રહ્યા છે સારા દિવસો