ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
કોંગ્રેસનો ભાજપ પર ગંભીર આરોપ, સુરજેવાલાએ કહ્યું- ‘ખડગે પરિવારની હત્યાનું ષડયંત્ર’


કોંગ્રેસે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પરિવારને મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમણે ભાજપના નેતાઓ પર આ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.
"Kill Kharge plot" launched by BJP leaders, claims Congress' Surjewala
Read @ANI Story | https://t.co/qISRxtu4Md#RandeepSurjewala #KarnatakaAssemblyElection #MallikarjunKharge #BJP pic.twitter.com/EiYS6TJ0b3
— ANI Digital (@ani_digital) May 6, 2023
કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું કે ભાજપના નેતાઓ હવે મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારના સભ્યોની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. હવે ચિત્તાપુરના ભાજપના ઉમેદવારના રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે જે પીએમ મોદી અને સીએમ બોમાઈના પણ ફેવરિટ છે.