નેશનલ

‘કોંગ્રેસનો રાજવી પરિવાર જામીન પર બહાર છે અને ઉપદેશ આપી રહ્યો છે’ – કર્ણાટકમાં PM મોદીનો કટાક્ષ

  • PM નરેન્દ્ર મોદી આજે કર્ણાટકની મુલાકાતે
  • વડાપ્રધાને કોલારમાં એક જાહેરસભાને સંબોધી
  • PMના કોંગ્રેસ-JDS પર આકરા પ્રહારો

કર્ણાટકમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી પણ પૂરા પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં છે અને ભાજપના ચૂંટણી પ્રચારમાં ઉર્જા નાખી રહ્યા છે. કોલારમાં એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કર્ણાટકની આ ચૂંટણી માત્ર આવનારા 5 વર્ષ માટે ધારાસભ્ય, મંત્રી કે મુખ્યમંત્રી બનાવવા માટે નથી. આ ચૂંટણી આવનારા 25 વર્ષમાં વિકસિત ભારતના રોડમેપના પાયાને મજબૂત કરવા માટે છે. અસ્થિર સરકાર ક્યારેય આટલા મોટા વિઝન પર કામ કરી શકે નહીં

PMનો કોંગ્રેસ-JDS પર આકરા પ્રહારો

આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ અને જેડીએસ પર નિશાન સાધતા કહ્યું કે, આજે આટલી મોટી સંખ્યામાં તમારું અહીં આવવું કોંગ્રેસ અને જેડીએસ બંનેની ઉંઘ હરામ કરનાર છે. કર્ણાટકના વિકાસમાં આ બંને પક્ષો સૌથી મોટા અવરોધ છે. કોંગ્રેસ અને જેડીએસ ભલે એક સાથે ગમે તેટલું રમે પરંતુ કર્ણાટકના લોકો તેમને ક્લીન બોલ કરવા જઈ રહ્યા છે. PMએ કહ્યું, અસ્થિર સરકાર પાસે વિઝન નથી. કોંગ્રેસના શાસનમાં વિશ્વ ભારતને લઈને નિરાશાજનક હતું, પરંતુ ભાજપ સત્તામાં આવતાની સાથે જ વિશ્વ હવે ભારતને એક તેજસ્વી સ્થળ તરીકે જોવાનું શરૂ કર્યું. કર્ણાટક ભાજપને ચૂંટવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સતત વિકાસ માટે ડબલ એન્જિન સરકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ અને જેડીએસના શાસન દરમિયાન વિકાસની ગતિ ધીમી પડી હતી.

કોંગ્રેસનો રાજવી પરિવાર

કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે જ્યારે હું ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડી રહ્યો છું ત્યારે કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે, તેથી જ કોંગ્રેસ પ્રત્યે નફરત દિવસેને દિવસે વધી રહી છે. તેઓએ મારા પર હુમલો વધારી દીધો છે. કોંગ્રેસના લોકો ધમકી આપી રહ્યા છે કે, મોદીજી, તમારી કબર ખોદવામાં આવશે. હવે તેઓ મારી સરખામણી સાપ સાથે કરી રહ્યા છે અને જનતા પાસેથી વોટ માંગી રહ્યા છે. સાપ ભગવાન શંકરના ગળાનું સૌંદર્ય છે અને મારા માટે દેશના લોકો ભગવાનનું સ્વરૂપ છે, શિવનું જ સ્વરૂપ છે. આ દરમિયાન પીએમ મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસનો રાજવી પરિવાર જામીન પર બહાર છે અને પ્રચાર કરી રહ્યો છે.

આ પણ વાંચો : મન કી બાત: PM મોદીએ મન કી બાતના 100મા એપિસોડમાં કહ્યું- આ કાર્યક્રમ એક જન આંદોલન બની ગયો છે

Back to top button