ટોપ ન્યૂઝનેશનલ

કર્ણાટકમાં કોંગ્રેસનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર, રાજસ્થાનમાં ગેહલોતે પોતાના જ ધારાસભ્યો પર કરોડો લીધાનો આરોપ લગાવ્યો

Text To Speech

છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન સરકારમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ખટપટ શરૂ થઈ છે ત્યાર બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવાની તક છોડતા નથી. ગઈકાલે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર માનેસરની આડકતરી વાત ઉઠાવી હતી.

અશોક ગેહલોતે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, 2020 માં અમિત શાહે કોંગ્રેસની સરકાર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે અમારા કેટલાક ધારાસભ્યોને 10-15 કરોડ આપી સરકાર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે હું એ તમામ ધારાસભ્યોને કહેવા માંગુ છું કે જો તેમણે પૈસા લીધા હોય તો તે પાછા આપી દે અને જો તેમાંથી કોઈએ પૈસા વાપર્યા હોય તો હું હાઇકમાંડ સાથે વાત કરી વપરાયેલ પૈસા આપવી દઇશ. આમ ગેહલોતે પોતાના જ ધારાસભ્યો વિરુદ્ધ ભાજપ પાસેથી 10-15 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે મે ધારાસભ્યોને કહ્યું છે કે જો તમે આ પૈસા તમારી પાસે રકશો તો અમિત શાહ ફરીથી તમને મજબૂર કરી શકે છે, તમે એ પૈસા તેમણે પરત કરી દો.

આ પણ વાંચો : કેરળના મલપ્પુરમમાં બોટ પલટી જવાથી મોટી દુર્ઘટના, અત્યાર સુધીમાં 22ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
ગેહલોત - Humdekhengenewsમુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા લગાવવામાં આવેલા આ આરોપ બાદ રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ ગયું છે. હવે પ્રશ્ન એ છે કે એકતરફ હાલ કર્ણાટક વિધાનસભાની ચુંટણીનો માહોલ છે જ્યાં કોંગ્રેસ ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી જનતા પાસે વોટ માંગી રહી છે જ્યારે બીજી તરફ રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના જ ધારાસભ્યો પર 10-15 કરોડ લેવાનો આરોપ લગાવી દીધો છે. ત્યારે અહી અનેક પ્રશ્નો થઈ રહ્યા છે કે એ ધારાસભ્યો કોણ છે જેમને આ પૈસા લીધા ? તે બાબતે હજુ ગેહલોત દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે સમગ્ર મામલે વસુંધરા રાજે પણ આ લડાઈમાં આવી ગયા છે. બીજી તરફ સચિન પાયલટ રાજ્યમાં પોતાના મેળે સભાઓ કરી રહ્યા છે ત્યારે આગામી સમયમાં રાજસ્થાનની રાજનીતિમાં ચોક્કસથી નવાજૂની થાય તેવું દેખાઈ રહ્યું છે.

Back to top button