કોંગ્રેસના “ખટાખટ” ચૂંટણી વચનને લાંચ ગણીને કોર્ટમાં પડકારવામાં આવ્યું
- કોંગ્રેસ પર ‘ખટાખટ’ યોજનાથી ચૂંટણી કાયદા હેઠળ લાંચ આપવાના સીધા પ્રયાસનો આરોપ!
- દિલ્હીના વકીલે 99 સાંસદોને ગેરલાયક ઠેરવવાની કરી માંગ
નવી દિલ્હી, 9 જૂન: રાહુલ ગાંધીના કુખ્યાત “ખટાખટ કેશ ટ્રાન્સફર”ના નારાઓ એ કોંગ્રેસ સત્તામાં આવે છે તો મહિલાઓને 1 લાખ રૂપિયાનું વચન આપે છે, જેને પગલે દેશના ઘણા રાજ્યોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાર્ટી કાર્યાલયોની બહાર કોંગ્રેસના “ગેરંટી કાર્ડ” સાથે મહિલાઓ લાઈનોમાં ઊભી રહેતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી આ દેશમાં ચર્ચા વિષય બન્યો છે. ત્યારે હવે નવી દિલ્હી સ્થિત વકીલ વિભોર આનંદે કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ લાંચ લેવાના આરોપો મૂક્યા છે કારણ કે ભારતના ચૂંટણી કાયદા પક્ષોને “વચન” આપવા અને મત માટે રોકડ વહેંચવાથી પ્રતિબંધિત કરે છે. પ્રક્રિયાગત આવશ્યકતાઓ મુજબ, આનંદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંને પત્ર લખીને આ બાબતની નોંધ લેવા માટે ભારતીય ચૂંટણી પંચ (EC)ને નિર્દેશ આપવા વિનંતી કરી છે.
વોટ માટે રોકડનું વચન કૌભાંડ? કોંગ્રેસના વંશજ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીએ તેમના પક્ષની તરફેણમાં મતદાન કરવા માટે મહિલાઓને 1 લાખ રૂપિયાનું વચન આપ્યું હોવાના સ્પષ્ટ વીડિયો પુરાવા છે. ભારતનો ચૂંટણી કાયદો મતદારોને પ્રભાવિત કરવા માટે “રોકડ” અથવા “લાંચ”ના વચનો પર પણ પ્રતિબંધ મૂકે છે. કોંગ્રેસ કાર્યાલયમાં 1 લાખના વચન પત્ર સાથે મહિલાઓ કતારમાં લાગી હતી.
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થિતિ
ચૂંટણીના અનુમાનોથી તદ્દન વિપરીત, કોંગ્રેસ પાર્ટીએ 99 બેઠકો જીતી હતી અને 2019માં જીતેલી 52 બેઠકોની અગાઉની સ્થિતિ કરતાં લગભગ તેની બેઠકોની સંખ્યા લગભગ બમણી થઈ હતી. ચૂંટણી પ્રચારના છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન, રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા બંને જો તેઓ કોંગ્રેસને સત્તા પર આવે તો મહિલા મતદારોના ખાતામાં દર મહિને રૂ. 8500 અને દર વર્ષે રૂ. 1 લાખ ટ્રાન્સફર કરવાનું વચન આપતી “ખટાખટ યોજના”નું પેડલિંગ કરતા જોવા મળે છે. નવા અહેવાલો અનુસાર, કોંગ્રેસે કેટલાક ઘરોમાં ‘ગેરંટી કાર્ડ’ અથવા વચન પત્રનું વિતરણ કર્યું હતું, જેમાં તેમણે સતામાં લાવવા માટે દરેક ગરીબ પરિવારની મહિલા વડાને દર વર્ષે 1 લાખ રૂપિયા દેવાનું વચન આપ્યું હતું. 2019માં, રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં તેમના પરિવારના ગઢ અમેઠીમાંથી હારી ગયા હતા, પરંતુ આ વખતે ખટાખટ યોજનાના કારણે રાહુલ ગાંધી બે બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. જેમાં એક ઉત્તર પ્રદેશના રાયબરેલી અને બીજી કેરળના વાયનાડની બેઠકનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ પર આરોપ લગાડનારા વકીલે શું કહ્યું?
આનંદના જણાવ્યા મુજબ, “ખટાખટ યોજના અને ગેરંટી કાર્ડનું વિતરણ “મતદારોને લાંચ આપવા” જેટલું છે. કોંગ્રેસે તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીઓમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(1) હેઠળ ગુનો કર્યો હતો, જે મતદારોને લાંચ આપવાના એકમાત્ર ઈરાદા સાથે ભ્રષ્ટાચાર સમાન છે.”
આનંદે તેના પત્રમાં જણાવ્યું હતું કે, “આરપી એક્ટની કલમ 123 અને કોંગ્રેસ ગેરંટી કાર્ડની સામગ્રીનું વાંચન એ સ્થાપિત કરવા માટે પૂરતું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને તેના તમામ સભ્યો સાથે તેના નેતાઓએ પોતાના બધા સભ્યો સાથે મળીને મહિલા મતદારોને લાલચ માટે 8500 રૂપિયા પ્રતિ માસ/ 1 લાખ રૂપિયા પ્રતિ વર્ષની લાંચ આપીને ઘોર ભ્રષ્ટ આચરણ કર્યું છે. ઉપરોક્ત હકીકતો અને સંજોગોને જોતાં, તે એકદમ સ્પષ્ટ થાય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓએ તેમના સભ્યો સાથે મળીને, લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(1) હેઠળ ગુનો કર્યો છે.”
આનંદે વધુમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસે ગરીબ મુસ્લિમ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. “ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસમાં મીડિયા કોંગ્રેસ કાર્યાલયની સામે લાઇનમાં ઉભેલી હજારો મહિલાઓના વીડિયોથી છલકાઇ રહ્યું છે, મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, લાઇનમાં ઉભી રહેલી આ મહિલાઓમાંથી મોટાભાગની મુસ્લિમ સમુદાયની છે. તેથી કૉંગ્રેસ ગેરંટી કાર્ડ દ્વારા ચોક્કસ સમુદાયના મતદારોને પ્રેરિત કરવાની શક્યતા શંકાની બહાર છે.”
આનંદે માગણી કરી છે કે, “ભારતીય ચૂંટણી પંચને કોંગ્રેસ પાર્ટી અને તેના નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા, સોનિયા ગાંધી સહિત તમામ સભ્યો વિરુદ્ધ પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટ, 1951ની કલમ 146 હેઠળ તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવે. કોંગ્રેસ ગેરંટી કાર્ડ દ્વારા મતદારોને લાંચ આપીને પ્રેરિત કરવામાં અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ 99 ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં સામેલ છે જેઓ લોકસભામાં ચૂંટાયા હતા.
જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 શું છે?
ભારતમાં ચૂંટણીઓનું સંચાલન લોકોના પ્રતિનિધિત્વ (RP) અધિનિયમ, 1951 હેઠળ થાય છે. RP એક્ટની કલમ 123 અનુસાર, જે ચૂંટણી દરમિયાન ભ્રષ્ટ આચરણો સાથે વ્યવહાર કરે છે: “લાંચ એ ઉમેદવાર અથવા તેના એજન્ટ દ્વારા અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ઉમેદવાર અથવા તેના ચુનાવ એજન્ટની સહમતીથી કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ભેટ, ઓફર અથવા વચન છે, જેનો હેતુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ વ્યક્તિને ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેવા અથવા ન રહેવા, અથવા ઉમેદવાર તરીકે હટાવવા અથવા ન હટાવવા, અથવા કોઈ મતદારને ચૂંટણી માટે મતદાન કરવા અથવા ન કરવા, અથવા કોઈ વ્યક્તિને ઊભા રહેવા અથવા ન રહેવા માટે પુરસ્કારના રૂપમાં પ્રેરિત કરે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં મતદાન કરવા માટે રાહુલ ગાંધીએ મતદારોને સીધા તેમના ખાતામાં રૂ. 1 લાખ આપવાનું વચન આપ્યું હતું અને આવી અસર માટે ગેરંટી કાર્ડનું વિતરણ પણ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમો હેઠળ “લાંચ” સમાન છે આ કાયદો ભારતનાં ચૂંટણી કાયદાઓનું સંચાલન કરે છે.
આ પણ જુઓ: કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, ECI આ મહિનામાં તારીખો કરી શકે છે જાહેર