હિમાચલ પ્રદેશમાં જીત બાદ કોંગ્રેસની ચિંતા વધીઃ પ્રતિભાસિંહના સમર્થકોએ કોંગ્રેસ નેતાઓના કાફલાને રોક્યો
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ હવે પાર્ટીના CM ઉમેદવારના નામની જાહેરાત એક પડકાર સાબિત થઇ રહી છે. રાજ્યના CM કોને બનાવવા તેને લઇને પક્ષે શુક્રવારે એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓની સાથે સાથે હિમાચલ કોંગ્રેસના ટોચના નેતાઓ આવવાની પણ વાત કહેવાઇ હતી. બેઠકમાં કેટલાક નામો પર ચર્ચા થવાની શક્યતાઓ છે, જોકે આ બેઠક પહેલા હિમાચલ કોંગ્રેસના કાર્યકર્તા અને પ્રદેશાધ્યક્ષ પ્રતિભાસિંહના સમર્થકોએ કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી મોકલવામાં આવેલા નેતાઓના કાફલાને ઘેરી લીધો હતો.
#WATCH | Himachal Pradesh Congress Chief Pratibha Virbhadra Singh's supporters raise slogans in her support outside the Congress office in Shimla pic.twitter.com/SXe1aAalAQ
— ANI (@ANI) December 9, 2022
પ્રતિભાસિંહના સમર્થકોએ કોંગ્રેસ હાઇકમાન તરફથી મોકલવામાં આવેલા નેતાઓના કાફલાને ઘેરી લીધો હતો. પ્રતિભાસિંહના સમર્થકોએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના સીએમ ભુપેશ બઘેલના કાફલાને ઘેરીને પ્રતિભાસિંહના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા. કાફલાને ઘેરવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં કાર્યકર્તા કાફલાને રોક્યા બાદ નારેબાજી કરતા દેખાય છે. આ કાર્યકર્તાઓની માંગ છે કે કોંગ્રેસ હાઇકમાન પ્રતિભાસિંહને જ રાજ્યના નવા સીએમ બનાવે. જોકે સુત્રો પાસેથી મળતી માહિતિ અનુસાર સીએમ પદની દોડમાં પ્રતિભા સિંહને પ્રમુખ દાવેદાર માનવામાં આવે છે. પ્રતિભા સિંહ હિમાચલ કોંગ્રેસની પ્રદેશાધ્યક્ષ છે.
બીજી બાજુ કોંગ્રેસની પ્રદેશાધ્યક્ષ પ્રતિભાસિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે ચુંટણી તેમના પતિ વીરભદ્ર સિંહના નામ પર લડાઇ છે અને જીત્યા પણ છે. તો પછી તેમના પરિવારને સાઇડમાં રાખવો ખોટુ ગણાશે. પ્રતિભાસિંહે કહ્યુ કે મને લાગે છે કે હું મુખ્યપ્રધાનના રૂપમાં રાજ્યનું નેતૃત્વ કરી શકું છુ. કેમકે સોનિયાજી અને હાઇકમાન્ડે મને ચુંટણી પહેલા પક્ષનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી હતી.
આ પણ વાંચોઃ વર્ષ 2017 કરતા આ વર્ષની ચૂંટણીમાં નોટાની ટકાવારીમાં થયો નોંધપાત્ર ઘટાડો, જાણો નોટાને કેટલા વોટ મળ્યા