ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમેઠીથી ઉમેદવાર જાહેર ન થતાં કોંગ્રેસ કાર્યકર્તાની ધીરજ ખૂટી, કાર્યાલય બહાર ધરણા કર્યા

અમેઠી (ઉત્તર પ્રદેશ), 30 એપ્રિલ: અમેઠી લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ગાંધી પરિવારના સભ્યના નામની જાહેરાત ન થવાની કોંગ્રેસ કાર્યકર્તાઓની ધીરજ ખૂટી પડી છે. નામ જાહેર ન થતાં કાર્યકરોએ ગૌરીગંજમાં કેન્દ્રીય કાર્યાલય પર ધરણા કર્યા હતા. કોંગ્રેસની માંગણી છે કે, રાહુલ ગાંધી ફરીથી તેમની પરંપરાગત બેઠક પરથી ચૂંટણી લડે. પાર્ટીના કાર્યકર્તાઓએ ઉમેદવાર ન જાહેર થવા સુધી ધરણા બેસી રહેવાની વાત કરી છે. કાર્યકર્તાઓ હાથોમાં ‘અમેઠી માંગે રાહુલ ગાંધી’ અને ‘અમેઠી માંગે પ્રિયંકા ગાંધી’ના બેનર પોસ્ટર સાથે બેઠા હતા.

કાર્યકર્તાઓની રાહુલ કે પ્રિયંકા ચૂંટણી લડે તેવી માંગ

કોંગ્રેસ જિલ્લા પ્રવક્તા અનિલ સિંહે કહ્યું કે, હવે નામાંકન માટે ત્રણ દિવસ બાકી છે, પરંતુ હજુ સુધી લોકસભા બેઠક પરથી ઉમેદવારનું નામ જાહેર થયું નથી. અમેઠીમાં કોંગ્રેસના કાર્યકરો અને અમેઠીના લોકો ગાંધી પરિવારને પ્રેમ કરે છે. તેમણે કહ્યું, અમે બધા ઇચ્છીએ છીએ કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડે અને અમેઠીનું ગુમાવેલું સન્માન પાછું લાવે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે ગાંધી પરિવારના કોઈ સભ્યને અમેઠીથી ઉમેદવાર તરીકે તાત્કાલિક જાહેર કરવાની માંગ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો ઈચ્છે છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય અમેઠીથી ચૂંટણી લડે, પછી તે રાહુલ ગાંધી હોય કે પ્રિયંકા ગાંધી.

અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની મેદાનમાં

અમેઠીમાં 26મી એપ્રિલથી નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ છે અને 3જી મે સુધી ચાલશે. પરંતુ કોંગ્રેસે હજુ સુધી અમેઠી લોકસભા સીટ માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.આવી સ્થિતિમાં કોંગ્રેસના કાર્યકરો સતત રાહુલ ગાંધીને ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ જાહેરાત ન થવાને કારણે સસ્પેન્સ યથાવત છે. ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સ્મૃતિએ 29 એપ્રિલે પોતાનું ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 50 હજારથી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા.

આ પણ વાંચો: રાહુલ ગાંધી અમેઠીથી નહીં પણ રાયબરેલીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી અત્યારે નહીં આવે મેદાનમાં : સૂત્રો

Back to top button