ગુજરાતટોપ ન્યૂઝદક્ષિણ ગુજરાત

સુરત કોર્ટ બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિરોધ, ભાજપ સરકાર પર લગાવ્યા આ આરોપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવી રહ્યા છે. સુરત કોર્ટમાં આવવા માટેરાહુલ ગાંધી રવાના પણ થઈ ચૂકંયા છે. રાહુલ ગાંધી આજે તેમને માનહાનીના કેસમાં મળેલી સજાને પડકારવાના છે. જેને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સુરતમાં ઘામાં નાખ્યા છે. ત્યારે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કે કોંગ્રેસના નેતાઓને ડિટેઇન કરવામાં આવી રહ્યા છે. તેમને સુરત પહોંચતા અટકાવવામાં આવી રહ્યા છો.

સુરત કોર્ટ બહાર કોંગ્રેસનો વિરોધ

રાહુલ ગાંધી માનહાનીના કેસમાં સુરત આવી રહ્યા છએ. ત્યારે આજે સુરતમાં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જ નહીં રાજયભરના નેતાઓ સુરત આવી રહ્યા છે. જેને પગલે રાહુલ ગાંધી સુરત પહોંચે તે પહેલા જ કોર્ટ બહાર કોંગ્રેસના કાર્યકર્તાનો જમાવડો થયો હતો. જેને પગલે સુરત શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તો બીજી તરફ કોંગ્રેસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેને કારણે સુરત કોર્ટ બહાર અલગ અલગ શહેરો અને રાજ્ય માંથી આવેલા કાર્યકરો દ્વારા ભારે સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. કોંગ્રેસી કાર્યકરો દ્વારા શાસકો સામે આક્ષેપ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ કાર્યકર્તા-humdekhengenews

કાર્યકર્તાઓને ડિટેઇન કરવાનો આરોપ

કોંગ્રેસ પ્રવક્તા હેમંગ રાવલે આ મામલે સરકાર પર આરોપ લગાવ્યા હતા અને ક્યું હતુ કે રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ કાર્યકર્તા સુરત આવી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અમારા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે. અને તેમને સુરત પહોંચતા અટકાવવામાં આવી રહ્યા છે. તેમજ કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓને પણઆગળે દિવસે ડિટેઇન કરી લેવામાં આવ્યા છે. ત્યારે અમે આ ડરપોંક સરકારને ચેતવણી આપી રહ્યા છીએ કે તમે ભલે અમને ડિટેઈન કરો પરંતુ અમને લડત લડતા કોઈ નહિ રોકી શકે.

કોંગ્રેસ કાર્યકર્તા-humdekhengenews

ભરતસિંહ સોલંકીના ભાજપ પર પ્રહાર

સુરત સર્કિટ ખાતે આવી પહોંચેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ પણ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા. અને તેમણે જણાવ્યું હતુ કે રાહુલ ગાંધી કોર્ટમાં આવી રહ્યા છે ત્યારે દેશની જનતા જોવા અને જાણવા માંગે છે કે તેમના સમર્થકો પર ક્યાં પ્રકારનું વર્તન કરવામાં આવે છે. આ જનઆક્રોશનો પડધો કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળશે અને જનતા ભાજપને જાકારો આપશે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો : રાજ્યમાં આ સમાજના લોકોએ કરી અનોખી પહેલ, ફેશનેબલ દાઢી રાખવા પર 51 હજારનો દંડ

Back to top button