રાહુલ ગાંધીનો દાવો, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 150 સીટ જીતશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં જે થયું તેનું પુનરાવર્તન મધ્યપ્રદેશમાં પણ થશે. કોંગ્રેસે કર્ણાટકમાં 136 સીટો મેળવી હતી, અહીં 150 સીટો જીતશે.
રાહુલ ગાંધીએ કર્યો દાવો
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્સાહમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે કર્ણાટકમાં જે કર્યું છે, તે મધ્યપ્રદેશમાં પુનરાવર્તન કરશે. રાહુલે એમ પણ કહ્યું કે અમને કર્ણાટકમાં 136 સીટો મળી હતી. હવે અમે મધ્યપ્રદેશમાં 150 સીટો જીતીશું.
મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતાઓએ મલ્લિકાર્જુન ખડગે સાથે કરી બેઠક
મધ્યપ્રદેશના ટોચના કોંગ્રેસના નેતાઓએ સોમવારે પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે સાથે AICC મુખ્યાલયમાં રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને બેઠક કરી હતી. આ બેઠકમાં રાહુલ ગાંધી, પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને રાજ્યના પક્ષના વડા કમલનાથે દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પાર્ટી અધ્યક્ષ અને અન્ય નેતાઓ સાથેની બેઠક બાદ જણાવ્યું હતું કે હાલમાં જ એક ખૂબ જ મહત્વપૂર્ણ મીટિંગ થઈ છે. ચૂંટણીમાં શું રણનીતિ બનાવવી, મધ્યપ્રદેશનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત કરવું તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ જે કહ્યું છે તેની સાથે અમે બધા સહમત છીએ.
આ પણ વાંચો : IPL 2023 : અમદાવાદ પોલીસની ખાસ પહેલ, એડવાન્સ પાર્કિંગ બુકિંગ કરનારને લોકડાયરાના પાસ મળશે ફ્રી