ટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરશે-રાહુલ ગાંધી

Text To Speech

આગામી વિધાનસભા ચૂંટણીમાં સારા પ્રદર્શનનો વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જીતી રહ્યા છીએ અને રાજસ્થાનમાં કાંટાની ટક્કર છે પણ પાર્ટીને વિશ્વાસ છે કે ત્યાં પણ અમારી જીત થશે.

 

રાહુલ ગાંધીએ લોકસભામાં BSP નેતા દાનિશ અલી વિરુદ્ધ બીજેપી સાંસદ રમેશ બિધૂડીની અપમાનજનક ટિપ્પણીના વિવાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ જાતિ ગણતરીની માંગ પરથી ધ્યાન હટાવવા માટે આવી રણનીતિ અપનાવે છે. તેમણે જણાવ્યું હતું કે વિપક્ષો સાથે મળીને કામ કરી રહ્યા છે ત્યારે ભાજપ 2024ની ચૂંટણીને લઈને આશ્ચર્યચકિત છે.

 

એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘એક દેશ-એક ચૂંટણી’ના વિચારનો હેતુ લોકોનું ધ્યાન વાસ્તવિક મુદ્દાઓ પરથી હટાવવાનો છે. “આ ભાજપની વિચલિત કરવાની વ્યૂહરચના છે.” વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું, ભારતમાં મુખ્ય મુદ્દાઓ સંપત્તિનું કેન્દ્રીકરણ, સંપત્તિના વિતરણમાં અસમાનતા, સામૂહિક બેરોજગારી, નીચલી જાતિ-ઓબીસી અને આદિવાસી સમુદાયો પ્રત્યે અન્યાય અને મોંઘવારી છે.

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા પર પણ વાત કરી 

રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા પર વાત કરતાં કહ્યું કે અમે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ચાર હજાર કિલોમીટરથી વધુની ભારત જોડો યાત્રા કરી છે. કેમકે કે ભાજપે મીડિયાને કબજે કરી લીધું છે, તેથી દેશના લોકો સાથે વાતચીત કરવા માટે અમે આ નિર્ણય લીધો હતો. રાહુલ ગાંધી વધુમાં કહ્યું કે મારી યુટ્યુબ ચેનલ અને ટ્વિટર એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલા માટે અમારા માટે આ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

આ પણ વાંચો: રમેશ બિધૂડીની મુશ્કેલીઓમાં વધારો, લોકસભા અધ્યક્ષે કેસની તપાસનો આદેશ આપ્યો

Back to top button