ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા આ તારીખે કોંગ્રેસ કરશે મોટી જાહેરાત


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં AAPએ ઉમેદવારોની યાદી જાહેર કરવાની શરૂઆત કરી દિધી છે. તેથી ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઇ શકે છે. તેવામાં કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી ગઇ છે. ત્યારે આજે ઉમેદવારોની પ્રથમ યાદીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં 15 ઓક્ટોમ્બરની આસપાસ કોંગ્રેસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
ભાજપ-કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરશે
ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઇ રાજ્યમાં વિવિધ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ પણ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ જશે. જેમાં AAPના ઉમેદવારોની બે વખત યાદી જાહેર કરવામાં આવી છે. તેથી હવે ભાજપ-કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરશે.