અમદાવાદગુજરાતચૂંટણી 2024

યુવાનોને રોજગારી આપવા કોંગ્રેસ યુવા રોશની કાર્યક્રમ લાવશેઃ 30 લાખ નોકરીની ગેરંટી

Text To Speech

અમદાવાદ, 14 માર્ચ 2024, ગુજરાતમાં ભાજપે લોકસભા ચૂંટણીના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે. હવે ટુંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થાય તેવી શક્યતાઓ છે. આજે અમદાવાદમાં ગુજરાત યુથ કોંગ્રેસે ચૂંટણી મુદ્દે નોકરી, પેપર લિક, ભરતી કૌભાંડ, બેરોજગારી, 40 વર્ષથી ઓછી વયના યુવાનોને રોજગારી સહિત કોંગ્રેસે 30 લાખ નોકરીની ગેરંટી આપવાની જાહેરાત કરી છે.

વર્ષે 30 લાખ લોકોને નોકરી આપવાની ગેરંટી
યુથ કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે જે વચનો દેશની જનતાને આપ્યા છે. તેનો અમલ કરવા માટે કોંગ્રેસ વચનબદ્ધ છે. જેમાં વર્ષે 30 લાખ લોકોને નોકરી આપવા માટે પ્રમાણિક ગેરંટી છે. કોલેજના સ્નાતક વિદ્યાર્થીઓની ટ્રેનિંગની ખાત્રી તેમજ જ્યાં સુધી વિદ્યાર્થીઓની ટ્રેનીંગ ચાલશે ત્યાં સુધી દર મહિને સાડા આઠ હજાર જેટલું સ્ટાઈપેન્ડ કોંગ્રેસ પાર્ટી ડાયરેક્ટ યુવાનોના ખાતામાં આપશે. પેપર લીક ન થાય તે માટે કાયદો બનાવાશે. યુવાનોનાં ભવિષ્ય બરબાદ ન થાય તે માટે કોંગ્રેસની સરકાર દ્વારા પેપર લીક કરનારા માફિયા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

કોંગ્રેસ પાર્ટી 5 મહત્વના મુદ્દાના અમલ માટે કટિબદ્ધ
યુથ કોંગ્રેસ મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી આપવા માટે કોંગ્રેસ યુવા રોશની કાર્યક્રમ લાવશે. 40 વર્ષથી ઓછી વયના યુવાનોને સ્ટાર્ટઅપ ભંડોળ માટે લાભ અપાશે. કોંગ્રેસ પાર્ટી 5 મહત્વના મુદ્દાના અમલ માટે કટિબદ્ધ છે. ભાજપ ઉપર આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજગારી છીનવાઈ રહી છે, ટેટ-ટાટના ઉમેદવારો હોય, તલાટીની ભરતીના ઉમેદવારો હોય, હાલની સરકારમાં ભરતી કેલેન્ડરને નથી અનુસરાતું તેમજ ભરતી કૌભાંડ જેવા તમામ મુદ્દાઓને કોંગ્રેસ પાર્ટી ઉજાગર કરશે.

આ પણ વાંચોઃગુજરાતમાં ભાજપે કુલ 22 ઉમેદવારો જાહેર કર્યા, 10 સાંસદોનું પત્તુ કાપી નાંખ્યું

Back to top button