ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અશ્લીલ વીડિયો વાયરલ થતા કોંગ્રેસે મેવારામ જૈનને કર્યા સસ્પેન્ડ

જયપુર (રાજસ્થાન), 07 જાન્યુઆરી 2024: રાજસ્થાનમાં રેપ કેસમાં સંડોવાયેલા કોંગ્રેસના નેતા અને બાડમેરના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈનની મુશ્કેલીઓ વધી ગઈ છે. બે કથિત અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ તેમને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. PCC ચીફ ગોવિંદ સિંહ દોતાસરાએ આદેશ જારી કર્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ પુરુષ મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા જોવા મળી રહ્યો છે. બીજા વીડિયોમાં મહિલા સાથે એક યુવતી પણ જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ મેવારામ જૈન છે. નોંધનીય છે કે, હમ દેખેગેં ન્યૂઝ આ વીડિયોની સત્યતાની સમર્થન કરતું નથી.

ગેહલોતના નજીકના ગણાતા મેવારામ પર બળાત્કારનો આરોપ

પીડિતાએ મેવારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટે હાલમાં તેની ધરપકડ પર સ્ટે મૂક્યો છે. જોધપુરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં બાડમેરના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરતી વખતે એક પરિણીત મહિલાએ બે અશ્લીલ વીડિયોનો ઉલ્લેખ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો  ઉઠાવવામાં આવ્યો હતો. મેવારામ જૈન બાડમેરના વરિષ્ઠ નેતા છે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ વખતે કોંગ્રેસે ટિકિટ આપી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. તેમને અશોક ગેહલોતના નજીકના માનવામાં આવે છે. ગેહલોતે તેમને રાજ્ય ગાય સેવા આયોગના અધ્યક્ષ બનાવીને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપ્યો હતો.

વાયરલ વીડિયોને લઈને ભાજપે કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા

વાયરલ વીડિયોને લઈને ભાજપે કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાહુલ ગાંધી સાથે મેવારામ જૈનની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. હાલમાં જ એક પરિણીત મહિલાએ જોધપુરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં બાડમેરના પૂર્વ ધારાસભ્ય મેવારામ જૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. બે અશ્લીલ વીડિયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વિધાનસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો. મહિલાનો આરોપ છે કે જૈન અને તેના સાથી રામસ્વરૂપ આચાર્યએ તેની સાથે બળાત્કાર કર્યો અને તેની 15 વર્ષની સગીર પુત્રી સાથે અશ્લીલ હરકતો કરી. મહિલાની ફરિયાદ પર મેવારામ જૈન અને આરપીએસ આનંદ સિંહ રાજપુરોહિત સહિત નવ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

મેવારામ જૈનની ધરપકડ પર 25 જાન્યુઆરી સુધી રોક

બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ પોલીસે મહિલાની મેડિકલ તપાસ કરાવી અને પીડિતાનું નિવેદન પણ નોંધ્યું. આ મામલે મેવારામ જૈને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. આ પછી હાઈકોર્ટે રાહત આપી અને 25 જાન્યુઆરી સુધી ધરપકડ પર રોક લગાવી દીધી. તપાસમાં સહકાર આપવા પણ સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ભગવાન રામ પર ટિપ્પણી કરવા બદલ NCP નેતા જીતેન્દ્ર આવ્હાડ વિરુદ્ધ વધુ ત્રણ FIR નોંધાઈ

Back to top button