ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી, નેશનલ એલાયન્સ કમિટી બનાવી

Text To Speech
  • I.N.D.I.A.ની બેઠક પહેલા કોંગ્રેસ દ્વારા પાંચ વરિષ્ઠ નેતાઓની નેશનલ એલાયન્સ કમિટીની રચના
  • નેશનલ એલાયન્સ કમિટીમાં મુકુલ વાસનિકને કન્વીનર બનાવવામાં આવ્યા

નવી દિલ્હી, 19 ડિસેમ્બર : INDIAની બેઠક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુ ખડગેએ નેશનલ એલાયન્સ કમિટીની રચના કરી છે. જેમાં પાંચ વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુકુલ વાસનિકને સમિતિના કન્વીનર બનાવાયા છે.

અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલનો સમિતિમાં સમાવેશ 

અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલને એવા સમયે કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને રાજસ્થાન અને છત્તીસગઢમાં હારનો સામનો કરવો પડ્યો છે. બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારથી રાષ્ટ્રીય સ્તરે બંને નેતાઓને ભૂમિકા આપવાની વાત ચાલી રહી હતી.

વિપક્ષ સામે સૌથી મોટો પડકાર 5 રાજ્યોમાં સીટોની વહેંચણીનો છે 

આજે મંગળવારે દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સીટની વહેંચણી પર ચર્ચા થઈ રહી છે. વિપક્ષ સામે સૌથી મોટો પડકાર ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં સીટોની વહેંચણીનો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે એક સમિતિની રચના કરી છે.

આ પણ વાંચો :સંસદમાંથી આજે ફરી 49 સાંસદો સસ્પેન્ડ, ભારતીય સંસદના ઈતિહાસની સૌથી મોટી કાર્યવાહી !

Back to top button