ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે રૂ.47.19 કરોડનો ખર્ચ કર્યો : આપી વિગતો

Text To Speech

કોંગ્રેસ પાર્ટીના ગુજરાત યુનિટે ડિસેમ્‍બર 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા તેના પ્રચાર પર 47.19 કરોડ રૂપિયા ખર્ચ્‍યા હતા. રાજકીય પક્ષો માટે આ ફરજિયાત હોવા છતાં સત્તાધારી ભાજપે હજુ સુધી તેના ચૂંટણી ખર્ચનું સ્‍ટેટમેન્‍ટ ભારતીય ચૂંટણી પંચને સુપરત કર્યું નથી. જેને કારણે કોંગ્રેસ પાસે ભાજપને ઘેરવાનો સારો સમય છે પણ હજુસુધી પક્ષે આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

પક્ષના મવડી મંડળે RTGS થી રૂપિયા ટ્રાન્સફર કર્યા

કોંગ્રેસ પક્ષ દ્વારા પંચને પૂરા પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે પાર્ટીના કેન્‍દ્રીય એકમે RTGS દ્વારા રાજય એકમને ચાર હપ્તામાં રૂ.47.43 કરોડ ટ્રાન્‍સફર કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્‍ટાર પ્રચારકોના પ્રવાસ ખર્ચમાં રૂ.13.56 લાખ, જાહેર સભા અને રેલીઓનું આયોજન કરવા માટે રૂ.61.56 લાખ અને પક્ષના ઉમેદવારોને રૂ.45.35 કરોડ એકસાથે ચૂકવવામાં આવ્‍યા હતા.

પ્રચાર સામગ્રી ખરીદવા માટે રૂ.5.64 કરોડનો ખર્ચ

રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસના રાજય એકમે ચૂંટણી મેદાનમાં રહેલા ઉમેદવારોના ગુનાહિત પૂર્વદર્શન પ્રકાશિત કરવા માટે રૂ.2.56 કરોડનો ખર્ચ કર્યો હતો, જયારે રાજય એકમ દ્વારા ચૂંટણી પ્રચાર માટે પ્રચાર સામગ્રી ખરીદવા માટે રૂ.5.64 કરોડનો ખર્ચ કરવામાં આવ્‍યો હતો. અન્‍ય 7.02 લાખ જાહેરાત પાછળ અને 3.36 લાખ સ્‍થાનિક નેતાઓના પ્રવાસ ખર્ચમાં ખર્ચાયા હતા.

સ્‍ટાર પ્રચારકો માટે એરક્રાફટ સેવાઓ પર રૂ.9.89 કરોડનો ખર્ચ

જયાં સુધી કોંગ્રેસ પાર્ટીના કેન્‍દ્રીય એકમ દ્વારા ખર્ચનો સંબંધ છે, પાર્ટી દ્વારા ECIને પૂરા પાડવામાં આવેલા આંકડા કહે છે કે દિલ્‍હીમાં કેન્‍દ્રીય એકમે સ્‍ટાર પ્રચારકો માટે એરક્રાફટ સેવાઓ પર રૂ.9.89 કરોડ અને જાહેરાત અને સામાન્‍ય પક્ષના પ્રચાર પાછળ રૂ.11.27 કરોડ ખર્ચ્‍યા હતા. ગયા વર્ષે યોજાયેલી ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન કેન્‍દ્રીય એકમ દ્વારા અન્‍ય સહિત હોર્ડિંગ્‍સ પર રૂ.1.12 કરોડની વધારાની રકમ ખર્ચવામાં આવી હતી. આમાં LED વાન પર રૂ.18.07 લાખની રકમ, હાઇવે પર હોર્ડિંગ્‍સ, વોલ રેપ, ઓટો હૂડ, ઓટો વિનાઇલ અને એલઇડી સ્‍ક્રીન અને સામાન્‍ય પક્ષના પ્રચાર માટે રૂ.94.40 લાખની રકમનો સમાવેશ થાય છે.

Back to top button