રવિવારે કોંગ્રેસ રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં સમગ્ર દેશમાં સંકલ્પ સત્યાગ્રહ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરો સવારે 10 વાગ્યાથી તમામ રાજ્યોમાં જિલ્લા અને બ્લોક સ્તરે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે પ્રદર્શન કરી રહ્યા છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મહાસચિવ પ્રિયંકા ગાંધી સત્યાગ્રહમાં સામેલ થવા માટે દિલ્હીના રાજઘાટ પહોંચ્યા છે. દિલ્હી પોલીસે અહીં કલમ 144 લગાવી દીધી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ અહીં આવવાનું ચાલુ છે. કાર્યક્રમ સાંજે 5 કલાકે સમાપ્ત થશે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતા જગદીશ ટાઇટલર પણ સંકલ્પ સત્યાગ્રહમાં સામેલ થવા રાજઘાટ પહોંચ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, કોંગ્રેસને રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી મળી નથી, જ્યાં કલમ 144 લાગુ છે.
આ પણ વાંચો : સંસદમાંથી સભ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાંધીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, અદાણી મુદ્દાને લઈ ફરી આક્રમક
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આવું કહ્યું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યુંકર જ્યારે રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમને દબાવવા માટે ભાજપ માનહાનિના કેસનો તમાશો બનાવી રહી છે. આ એક ષડયંત્ર છે જેની સામે રાહુલ ગાંધી લડી રહ્યા છે. સમગ્ર કોંગ્રેસ પાર્ટી તેમની સાથે છે.
સલમાન ખુર્શીદે કહ્યું- તેમને (રાહુલ ગાંધી) એક કાયદા હેઠળ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. અમારું માનવું છે કે આને ઉલટાવવા માટેનો એકમાત્ર રસ્તો અપીલ છે. એક વકીલ તરીકે હું સ્પષ્ટપણે જણાવી શકું છું કે ચુકાદામાં ઘણી ખામીઓ છે.
લોકસભાની વેબસાઈટ પરથી નામ હટાવવામાં આવ્યું
રાહુલનું સંસદ સભ્યપદ શુક્રવારે સમાપ્ત થઈ ગયું હતું. લોકસભા સચિવાલયે એક પત્ર જાહેર કરીને આની જાણકારી આપી હતી, જેની સાથે લોકસભાની વેબસાઈટ પરથી રાહુલનું નામ પણ હટાવી દેવામાં આવ્યું હતું. રાહુલ કેરળના વાયનાડથી સાંસદ હતા. 2019માં રાહુલે કર્ણાટકની વિધાનસભામાં મોદી સરનેમને લઈને નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતાનો દાવો, જો રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં આટલું જ કહ્યું હોત તો…
હું સાવરકર નહીં પણ ગાંધી છું, હું માફી નહીં માંગું
ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે ભારતની લોકશાહી ખતરામાં છે… રાહુલે પોતાની વાત આ લાઇનથી શરૂ કરી. આ પછી તેમણે પ્રશ્ન કર્યો હતો કે – અદાણી અને મોદી વચ્ચે શું સંબંધ છે? તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લોકશાહી પર વાત કરી અને નિવેદન પણ સ્પષ્ટ કર્યું કે બધા ચોરોની અટક મોદી કેમ છે. એના મુદ્દે રાહુલે પ્રતિક્રિયા આપી હતી.
સમગ્ર દેશમાં ગાંધી પ્રતિમાઓ સામે દેખાવ શરૂ
સુરતમાં માનહાનિ કેસમાં દોષિત ઠરેલ રાહુલ ગાંધીની લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. જેને લઈને કોંગ્રેસ સત્યાગ્રહ શરૂ કર્યો છે. પ્રિયંકા ગાંધી, ખડગે સહિત મોટા નેતાઓ દિલ્હી રાજઘાટ પહોચી ગયા છે. તેમજ પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરો સવારે 10 વાગ્યાથી તમામ રાજ્યોમાં જિલ્લા અને બ્લોક સ્તરે મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે પ્રદર્શન કરી રહ્યા છે. આ સમગ્ર સત્યાગ્રહ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.