ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સનાતન ધર્મનો વિરોધ કરવાથી કોંગ્રેસ ડૂબી : કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

Text To Speech
  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભાજપનો દબદબો જોવા મળ્યો
  • ભાજપ 162, કોંગ્રેસ 65 અને અન્ય પક્ષો 03 બેઠક પર આગળ છે
  • આ દેશે ક્યારેય જાતિ આધારિત રાજનીતિ સ્વીકારી નથીઃ આચાર્ય

મધ્ય પ્રદેશ, 3 ડિસેમ્બર : ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જંગી લીડ સાથે કોંગ્રેસને પાછળ છોડી જીત તરફ આગળ વધી છે. જેમાં ભાજપ 162થી આગળ જોવા મળી રહી છે જ્યારે કોંગ્રેસ પાસે 65 અને અન્ય પક્ષો 03 બેઠક સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાછળ ચાલી રહી હોવાથી પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે સનાતન ધર્મનો વિરોધ કરવાથી પાર્ટી ડૂબી ગઈ હોવાનું અને આ દેશે ક્યારેય જાતિ આધારિત રાજનીતિ સ્વીકારી નથી તેમ જણાવ્યું હતું.  જો કે, ભાજપની 11 બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવાર એક હજારથી ઓછા મતથી આગળ છે અને ચાર બેઠકો એવી છે કે જ્યાં ભાજપના ઉમેદવાર 500થી ઓછા મતોની લીડ ધરાવે છે.

પાર્ટીના નબળા દેખાવ પર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે શું કહ્યું ? 

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ\@ANI

MPમાં કોંગ્રેસ પાછળ ચાલી રહી છે ત્યારે રાજસ્થાન અને MPના પાર્ટીના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ જણાવ્યું કે, “સનાતન ધર્મનો વિરોધ કરવાથી પાર્ટી ડૂબી ગઈ છે. આ દેશે ક્યારેય જાતિ આધારિત રાજનીતિ સ્વીકારી નથી..સનાતન ધર્મનો વિરોધ કરવાનો આ શાપ છે. “

મુખ્યમંત્રીએ ચૂંટણીનાં પરિણામ પહેલાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

 

ચૂંટણીનાં પરિણામ પહેલાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ” PM મોદી મધ્યપ્રદેશ સાથે છે અને મધ્યપ્રદેશ PM મોદી સાથે છે. તેમણે અહીં જાહેર રેલીઓ યોજીને લોકોને અપીલ કરી અને તે લોકોના હૃદયને સ્પર્શી ગયું. આ વલણોનું પરિણામ છે કે ભાજપ જીત તરફ આગળ વધી રહી છે. ડબલ એન્જિન સરકારે કેન્દ્ર સરકારની યોજનાઓનો યોગ્ય રીતે અમલ કર્યો અને અહીં જે યોજનાઓ બની તે પણ લોકોના હૃદયને સ્પર્શી ગઈ. મધ્યપ્રદેશ એક પરિવાર બની ગયું. મેં અગાઉ પણ કહ્યું હતું કે ભાજપને લોકોના પ્રેમથી આરામદાયક અને ભવ્ય બહુમતી મળશે. અમારા માટે. દરેક જગ્યાએ દેખાતું હતું.”

આ પણ જાણો :તેલંગાણામાં કોંગ્રેસની નિશ્ચિત જીત, ચૂંટાયેલા નેતાઓની મીટિંગની તૈયારી

Back to top button