કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અનિલ એન્ટોનીએ કોંગ્રેસને બીબીસીના પ્રચારમાં ન ફસાઈ જવાની સલાહ આપી હતી, ત્યાર બાદ હવે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અનિલ એન્ટનીનો આરોપ છે કે કદાચ પાર્ટીને તેમની સલાહ પસંદ નથી આવી. તેમના પર ટ્વીટ ડિલીટ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જે બાદ તેમણે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો હતો. તમને જણાવી દઈએ કે રાજીનામાની માહિતી આપતા અનિલ એંટનીએ પણ એક ટ્વિટ કરીને આરોપો લગાવ્યા છે.
આ પણ વાંચો : BBC ડોક્યુમેન્ટરી : JNUમાં પ્રતિબંધિત ડોક્યુમેન્ટ્રી દર્શાવતા પથ્થરમારો અને બે જૂથ વચ્ચે વિવાદ
બીબીસી દસ્તાવેજી વિવાદ વચ્ચે રાજીનામું
અનિલ એંટનીએ ટ્વીટ કર્યું કે મેં કોંગ્રેસમાં મારી ભૂમિકાઓમાંથી રાજીનામું આપી દીધું છે. મુક્ત ભાષણ માટે લડવૈયાઓએ ટ્વીટ્સ દૂર કરવા માટે અસહિષ્ણુ કોલ્સ કર્યા. મેં ના પાડી. પ્રેમને પ્રોત્સાહન આપવાના સમર્થકોએ નફરત/અપશબ્દોથી ફેસબુક વોલ ભરી દીધા. આ પાખંડ છે!
I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW
— Anil K Antony (@anilkantony) January 25, 2023
KPCC ડિજિટલ મીડિયાનું પદ છોડી દીધું
રાજીનામાના પત્રમાં અનિલ એન્ટોનીએ લખ્યું છે કે, ગઈકાલની ઘટનાઓને જોતા હું માનું છું કે કોંગ્રેસમાં મારા તમામ પદ છોડવું મારા માટે યોગ્ય રહેશે. હું KPCC ડિજિટલ મીડિયાના કન્વીનર અને AICC સોશિયલ મીડિયા અને ડિજિટલ કોમ્યુનિકેશન સેલના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી રાજીનામું આપું છું.
આ પણ વાંચો : ગુજરાતમાં વર્ગ-3 ના કર્મચારીઓમાં ભ્રષ્ટચારનું ચલણ સૌથી વધુ, જાણી લો સમગ્ર યાદી
રાજીનામા પત્રમાં લખી આ મહત્વની વાત
તેણે રાજીનામામાં એમ પણ લખ્યું છે કે હું આ નકારાત્મકતાથી પ્રભાવિત થયા વિના મારું અન્ય વ્યાવસાયિક કાર્ય ચાલુ રાખવા માંગુ છું. વિનાશક નૈરેટિવમાં સામેલ ન થાઓ. આ ભારતના મૂળભૂત સિધ્ધાંતોની વિરુદ્ધ છે. હું દ્રઢપણે માનું છું કે આ આખરે ઇતિહાસના કચરાપેટીમાં ખતમ થશે.