ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પેલેસ્ટાઇન મુદ્દે કોંગ્રેસનો યુ-ટર્ન, સમર્થનમાં ઠરાવ પસાર કર્યા બાદ…

ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ તીવ્ર બની રહ્યો છે અને તેને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. સોમવારે કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસે પેલેસ્ટિનિયન લોકોની જમીન અને સ્વાભિમાન સાથે જીવનના અધિકારોને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં હમાસ દ્વારા કરાયેલા આતંકવાદી હુમલાનો કે ઇઝરાયેલ વિશે કોઈ ઉલ્લેખ કરાયો નહતો. આ પગલાંથી કોંગ્રેસના એક વર્ગમાં બેચેની ફેલાઈ ગઈ છે. બીજી તરફ, પાર્ટીમાં જ આંતરિક વિખવાદનો દોર શરૂ થયો હતો. જેને લઈને કોંગ્રેસને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

કોંગ્રેસ સમર્થનના મુદ્દે ત્રણ વાર નિવેદન બહાર પાડ્યા

શુક્રવારે, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સીડબ્લ્યુસી ઠરાવનો સીધો ઉલ્લેખ કર્યા વિના ઇઝરાયલી નાગરિકો પર હમાસના હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી. તેમણે વધુમાં કહ્યું કે, પેલેસ્ટાઇન નાગરિકોના સ્વાભિમાન, સમાનતા અને ગૌરવપૂર્ણ જીવન માટે કાયદેસરની અપેક્ષા માત્ર વાટાઘાટો દ્વારા પૂર્ણ થઈ શકે છે જે ઇઝરાયેલના લોકો માટે રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. જોકે, ખેરાના નિવેદન પહેલાં પાર્ટીના પ્રવક્તા જયરામ રમેશે ઇઝરાયેલ પરના ક્રૂર હુમલાની નિંદા કરી હતી. પરંતુ તેમણે હમાસને આતંકવાદી કહેવાનું ટાળ્યું હતું. આમ, ઇઝરાયેલ-હમાસ યુદ્ધને લઈ કોંગ્રેસે ત્રણ નિવેદનો આપ્યાં છે.

બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે હિંસા સમાપ્ત કરવાની સાથે રમેશના નિવેદન અને CWC પ્રસ્તાવ બંને પર એકસાથે વિચાર કરવા કહ્યું હતું. એટલું જ નહીં, ચિદમ્બરમે શરૂઆતમાં ઈઝરાયેલને સમર્થન આપવા અને બાદમાં પેલેસ્ટાઈનીઓના અધિકારોની વાત કરવા બદલ ભાજપની ટીકા કરી હતી. ઇઝરાયેલ-પેલેસ્ટાઈનના મુદ્દે ભાજપ પક્ષ બદલી રહી છે તેમ કહી ભાજપ પર નિશાન સાધ્યું હતું

નોંધનીય છે કે, CWCમાં યુદ્ધની ચર્ચા થયા પછી ઠરાવ તૈયાર કરાયો હતો. જો કે આ મુદ્દા પર  મતભેદો ઊભા થતાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ નિર્ણય લીધો કે ઠરાવ પસાર કરવામાં આવશે નહીં. તેમજ CWCએ જાતિની વસ્તી ગણતરીની માંગ પર ચર્ચા કરવાનું વળગી રહેવા કહ્યું હતું.

આ પણ વાંચો: ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂએ યુદ્ધ વચ્ચે પીએમ મોદીને ફોન કર્યો

Back to top button