Amreli લેટરકાંડ/ પાટીદાર યુવતીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીના ધરણાં
અમરેલી, 9 જાન્યુઆરી 2025 : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ આજરોજ 24 કલાકના ઉપવાસની જાહેરાત કરી હતી. ધાનાણીએ સવારે 10 વાગ્યાથી ઉપવાસ કરવાના ચાલું કર્યાં હતા. પરેશ ધાનાણીની માંગ છે કે પાયલને માર મારનારા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. ધરણામાં વીરજી ઠુમ્મર, લલિત વસોયા સહિતના બીજા કૉંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતા.
લેટરકાંડમાં કોંગ્રેસે ઝંપલાવ્યા બાદ હવે ભાજપ પણ જોડાયું હતું. અમરેલી ભાજપ નેતા નારણ કાછડીયાએ એક વીડિયો બનાવી પ્રતિક્રિયા આપી. આ વીડિયોમાં તેમણે કહ્યું કે હું જાહેર જીવનમાં 30 વર્ષથી સક્રિય છું. અને અમરેલીમાં કયારે પણ આ પ્રકારની ઘટના બની નથી. આવી ઘટના પ્રથમ વખત બની છે. આ ઘટનાને લઈને રાજકારણ કરવાને બદલે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
પાટીદાર યુવતી અત્યારે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની છે. નકલી લેટરકાંડમાં પાયલની ધરપકડ કર્યાં બાદ પોલીસ દ્વારા જાહેર સરઘસ કાઢતા આ વિવાદ પેદા થયો હતો. દરમ્યાન કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પાટીદાર યુવતીને ન્યાય અપાવવા મેદાને પડ્યા. લેટરકાંડમાં કોંગ્રેસે ઝંપલાવ્યા બાદ હવે ભાજપ પણ જોડાયું.
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી લેટર કાંડ મામલે પીડિત યુવતીની પડખે આવ્યા હતા. યુવતીનું જાહેરમાં અપમાન કરતાં પરેશ ધાનાણી સહિતના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી હતી. પાયલ ગોટીને જ્યારે જેલમાં લઈ જવામાં આવી ત્યારે પણ પોલીસે તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. પાયલને ન્યાય મળે અને દોષિતો સામે કાર્યવાહી કરવા પણ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઉગ્ર રજૂઆત પણ કરી હતી. આ સંદર્ભે તેમણે ગઈકાલે રાજકમલ ચોકમાં “ચર્ચાનો ચોરો” નામનો કાર્યક્રમ પણ યોજ્યો હતો. જેમાં પ્રતાપ દૂધાત તથા8 વીરજી ઠુમ્મર જેવા આગેવાનોએ હાજરી આપી હતી.
રાજકમલ ચોકમાં યોજાયેલ “ચર્ચાનો ચોરો” કાર્યક્રમમાં ધાનાણીએ કૌશિક વેકરિયાને પડકાર ફેંક્યો હતો.ગઈકાલે પરેશ ધાનાણી સહિત કોંગ્રેસ નેતાઓ રાજકમલ ચોકમાં બેઠા હતા. જો કે MLA કૌશિક વેકરિયા ચર્ચા કરવા આવ્યા નહોતા. આજે કોંગ્રેસ દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઈ છે. ધાનાણી સાથે અન્ય આગેવાનો પણ પાયલ ગોટીને ન્યાય અપાવવા આંદોલનમાં જોડાશે. જેલમાં પાયલ સાથે ગેરરીતિ કરાયાના આક્ષેપ કરતા દોષિત પોલીસકર્મી સામે 24 કલાકમાં કાર્યવાહી કરવાની સરકારને ચીમકી આપતા આજે ઉપવાસ આંદોલન છેડ્યું.
આ પણ વાંચો : શંભુ બોર્ડર ઉપર પ્રદર્શન કરી રહેલા વધુ એક ખેડૂતે ઝેર પીધું : સારવારમાં મૃત્યુ થયું