અમદાવાદગુજરાત

બેંક ખાતા ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસનો વિરોધઃ શક્તિસિંહની અટકાયત થતા પોલીસ સાથે ઘર્ષણ

અમદાવાદ, 17 ફેબ્રુઆરી 2024, કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ થવા મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું. ત્યારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ઈમરાન ખેડાવાલા , હિંમતસિંહ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. આ અટકાયતની કાર્યવાહી દરમિયાન ઝપાઝપીના દર્શ્યો પણ સર્જાયા હતા. પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરીલ હતી.જ્યારે પ્રદેશ પ્રમુખની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા. જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

શક્તિસિંહ સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી
આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઈન્કમટેકસ બ્રિજ નીચે વિરોધ કરી રહ્યા હતા. હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ ઈન્કમટેકસ ચાર રસ્તા પર વિરોધ દરમિયાન બેસી રસ્તો બંધ કરી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં કેટલીક મહિલા કાર્યકરો પણ હતી. તમામની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.બ્રિજ નીચે વિરોધ કરી રહેલા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પણ પોલીસે અટકાયત કરી હતી. પોલીસે અટકાયત કરી ત્રણેય નેતાઓને ગાડીમાં બેસાડ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ પોલીસની ગાડી જ આગળ વધવા દીધી નહોતી. કાર્યકરો પોલીસને ગાડી પર ચડી ગયા હતા અને ગાડી પર હાથ મારી રહ્યા હતા.

કોંગ્રેસના આગેવાનોએ લોકશાહિની હત્યા ગણાવી
કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી છે. ત્યારે આ કાર્યવાહીને લઈને ભાજપ પર નિશાન સાંધ્યુ હતુ અને તેને કોંગ્રેસના આગેવાનોએ લોકશાહીની હત્યા ગણાવી હતી. શક્તિસિંહે કહ્યું હતું કે, જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકા ભજવી રહ્યું છે. આ ભૂમિકા પણ ના ભજવે તે માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ પર તાળાબંધી કરવામાં આવી છે. આ તાળાબંધી લોકશાહી માટેની છે. જનતા જોવે છે, અમે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે જ આજે વિરોધ કરી રહ્યા છીએ.

આ પણ વાંચોઃલોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોને ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડશે

Back to top button