MP વિધાનસભામાં નેહરુનું પોસ્ટર હટાવાતા કોંગ્રેસે વિરોધ કર્યો
ભોપાલ (મધ્ય પ્રદેશ), 19 ડિસેમ્બર: મધ્યપ્રદેશમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદ ભાજપ સરકારનું સોમવારે પ્રથમ સત્ર યોજાયું હતું. પ્રથમ દિવસે જ વિવાદ વકર્યો હતો. ગૃહમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો ફોટો હટાવીને ડૉ.બાબાસાહેબ આંબેડકરની તસવીર લગાડવામાં આવતા કોંગ્રેસ નારાજગી વ્યકત કરી હતી. જો કે, અગાઉ વિધાનસભા સ્પીકરની ખુરશી પાછળ બે તસવીરો લાગેલી હતી. જેમાં એક પંડિત નહેરુની અને બીજી તસવીર મહાત્મા ગાંધીની છે. વિધાનસભામાં ફેરફાર થતાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ ભાજપ પર ભારતના ઈતિહાસને નામશેષ કરાવવાના આક્ષેપ પણ કર્યા છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા અબ્બાસ હફીઝે પંડિત નહેરુની તસવીર હટાવી દેવામાં આવતા નિંદા વ્યક્ત કરી છે.
मध्य प्रदेश विधानसभा में संविधान निर्माता बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी का चित्र लगाने का हम स्वागत करते हैं। लेकिन राष्ट्र निर्माता पंडित जवाहरलाल नेहरू का चित्र हटाने का हम विरोध करते हैं और कड़े शब्दों में इसकी निंदा करते हैं।
अगर भाजपा सरकार की नीयत साफ होती तो…
— MP Congress (@INCMP) December 19, 2023
અબ્બાસ હફીઝે કહ્યું કે, આ દેશ માટે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે આજે BJP સત્તામાં છે. બીજેપી ઈતિહાસને જડમૂળમાંથી કાઢી નાખવા માટે દિવસ-રાત પ્રયાસ કરી રહી છે. દેશમાં પ્રથમ વડાપ્રધાનનો ફોટો જે દાયકાઓ સુધી વિધાનસભામાં હતો તેને દૂર કરાયો છે. આનાથી ભાજપની માનસિકતા પ્રતિબિંબિત થાય છે.
રાજ્ય વિધાનસભાના પ્રિન્સિપલ સેક્રેટરી એપી સિંહે કહ્યું કે માત્ર છેલ્લા સત્રમાં આંબેડકરના ફોટાને બદલે નેહરુની તસવીર લગાવવામાં આવી હતી. તે સમયે વિધાનસભાના અધ્યક્ષ ગિરીશ ગૌતમે ગત સત્રમાં જુલાઈ મહિનામાં નિર્દેશ આપ્યા હતા કે નહેરુની તસવીર ખૂબ જૂની થઈ ગઈ હોવાથી તેને બદલવામાં આવે. ત્યારે આંબેડકરની 125મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી હતી. સ્પીકરે નિર્દેશ આપ્યો કે તેમની જગ્યાએ નેહરુનો ફોટો મૂકવામાં આવે અને નેહરુનો ફોટો ગાંધી-નેહરુ વિભાગમાં આદરપૂર્વક મૂકવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
બીજી તરફ, કોંગ્રેસ નેતા કમલનાથે પણ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. કમલનાથે કહ્યું કે મધ્યપ્રદેશ વિધાનસભામાંથી મહાન સ્વાતંત્ર્ય સેનાની, દેશના પ્રથમ વડાપ્રધાન અને રાષ્ટ્ર નિર્માતા પંડિત જવાહરલાલ નેહરુની તસવીર હટાવવાની ઘટના અત્યંત નિંદનીય છે. હું વિધાનસભામાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની તસવીર લગાવવાનું સ્વાગત કરું છું. બાબા સાહેબની તસવીર વિધાનસભામાં સન્માનના સ્થળે લગાવી શકાઈ હોત, પરંતુ પંડિત નેહરુની તસવીર જાણી જોઈને હટાવી દેવામાં આવી છે.
આ પણ વાંચો: ટીએમસી સાંસદે રાજ્યસભા અધ્યક્ષની મિમિક્રી કરી, રાહુલ ગાંધીએ રેકોર્ડિંગ કર્યું