ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસ અધ્યક્ષ : પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત અધ્યક્ષ પદ માટે ખરાખરીનો ખેલ, શું છે સ્થિતિ?

Text To Speech

દેશની સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ આજે પોતાના અધ્યક્ષ માટેની ચૂંટણી યોજવાની છે. ત્યારે 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠી વખત પાર્ટીના અધ્યક્ષ પદ માટે જોરદાર લડાઈ થવા જઈ રહી છે. આ મેચ માટે બે દાવેદાર છે, જેમાં મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરનો સમાવેશ થાય છે. જેનું પરિણામ 19 ઓક્ટોબરના જાહેર થશે

ગાંધી પરિવાર સાથેના ગાઢ સંબંધોને કારણે ખડગેને પસંદગીના ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. મોટાભાગના નેતાઓ પણ તેમના સમર્થનમાં છે. થરૂરે ચૂંટણી પ્રચાર દરમિયાન ભલે સમાન તકો ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હોય, પરંતુ બંને ઉમેદવારો અને પક્ષના નેતાઓ એ વાત પર સહમત થયા છે કે આ ચૂંટણીને લઈને ગાંધી પરિવાર તટસ્થ અને નિષ્પક્ષ છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી પરિણામ 19 ઓક્ટોબરે આવશે, કારણ કે આ દિવસે મત ગણતરી થવાની છે.

આ પણ વાંચો : MP માં મેડિકલનો અભ્યાસ હિન્દીમાં શરૂ કરાશે, CM ચૌહાણે દવાઓના નામ પણ હિન્દીમાં લખવાનો મુક્યો પ્રસ્તાવ

આ માટેના મતદાનની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. જેમાં હાલના કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીમાં AICC હેડક્વાર્ટરમાં મતદાન કરે તેવી શક્યતા છે, રાહુલ ગાંધી કર્ણાટકમાં બેલ્લારીમાં સાંગનાકલ્લુ ખાતે ભારત જોડો યાત્રા કેમ્પ સાઇટ પર મતદાનમાં ભાગ લેશે. તેમની સાથે લગભગ 40 PCC પ્રતિનિધિઓ પણ મતદાન કરશે જેઓ યાત્રામાં સામેલ છે.

મતદાનની પ્રક્રિયા

બીજી તરફ ચૂંટણીના એક દિવસ પહેલા મતદાન પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે પ્રતિનિધિએ મતદાન કરતી વખતે 1 ને બદલે A પર ટિક કરવાનું રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીના એક દિવસ પહેલા રવિવારે આ ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, શશિ થરૂરની ટીમે ઉમેદવારના નામની આગળ 1 લખવાનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે તેનાથી ભ્રમ પેદા થઈ શકે છે, ત્યારબાદ કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળે તેમાં ફેરફાર કર્યો અને મતદારોને પસંદગીના નામની સામે ટિક માર્ક લગાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જીત એક તરફી નહીં હોય, પરિણામ ચોંકાવનારૂ હશે : ચૂંટણી પહેલા થરૂરનો હુંકાર

શું છે ઈતિહાસ ?

પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે દેશભરની પ્રદેશ કોંગ્રેસ સમિતિઓના 9 હજારથી વધુ પ્રતિનિધિઓ 65 મતદાન મથકો પર ગુપ્ત મતદાન કરશે. પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત અધ્યક્ષની ચૂંટણી થઈ રહી છે. પાર્ટીના આ ટોચના પદ માટે છેલ્લી ચૂંટણી લડાઈ વર્ષ 2000માં હતી, જ્યારે જિતેન્દ્ર પ્રસાદને સોનિયા ગાંધીના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

Back to top button