ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધી પ્રિયંકા સાથે ED ઓફિસ પહોંચ્યા, પૂછપરછનો આજે ત્રીજો દિવસ

Text To Speech

નેશનલ હેરાલ્ડ કેસમાં ED આજે ત્રીજા દિવસે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. સોનિયા ઈડી ઓફિસ પહોંચી ગયા છે. માનવામાં આવે છે કે EDની કાર્યવાહી સામે કોંગ્રેસ પોતાનો સત્યાગ્રહ ચાલુ રાખશે. કોંગ્રેસના સાંસદો સંસદ ભવનમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરશે. વિરોધ પક્ષો પણ આ વિરોધમાં જોડાઈ શકે છે.

આ પહેલા સોનિયા ગાંધીની મંગળવારે અને ગયા અઠવાડિયે ગુરુવારે કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે EDએ સોનિયા ગાંધીની લગભગ 6 કલાક પૂછપરછ કરી હતી. બીજી તરફ EDની કાર્યવાહી સામે કોંગ્રેસે રોડથી સંસદ સુધી વિરોધ કર્યો હતો. EDની કાર્યવાહી સામે કોંગ્રેસે દેશભરમાં સત્યાગ્રહ કર્યો હતો. કોંગ્રેસે કેન્દ્ર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. દિલ્હી પોલીસે રાહુલ ગાંધી સહિત લગભગ 250 કોંગ્રેસના લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 57 સાંસદ હતા.

ગત રોજ રાહુલ ગાંધી સહીત 250 કોંગ્રેસના લોકોની કરી હતી અટકાયત 

કોંગ્રેસે રાજઘાટ પર સત્યાગ્રહ માટે પોલીસ પાસે પરવાનગી માંગી હતી. પરંતુ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને ટાંકીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કલમ 144 પણ લાગુ કરવામાં આવી હતી. પોલીસે કોંગ્રેસને પત્ર લખીને જાણ કરી હતી કે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અકબર રોડ પર વિરોધ પ્રદર્શનની મંજૂરી આપી શકાય નહીં. આ સાથે પોલીસે હોદ્દેદારો અને કર્મચારીઓને કોંગ્રેસ કાર્યાલયમાં જવા દીધા હતા.

EDની કાર્યવાહીના વિરોધમાં રાહુલ ગાંધીએ કર્યા હતા ધરણા 

રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી પદયાત્રા કાઢી હતી. કોંગ્રેસના સાંસદો રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરવાના હતા. પરંતુ પોલીસે તેને વિજય ચોકમાં જ અટકાવ્યા હતા. EDની કાર્યવાહીના વિરોધમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં તમામ નેતાઓ વિજય ચોકમાં જ ધરણા પર બેસી ગયા હતા.આ દરમિયાન પોલીસે કોંગ્રેસના નેતાઓને એકઠા ન થવાની ચેતવણી પણ આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કોંગ્રેસના નેતાઓ સહમત ન થયા તો તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. પોલીસના જણાવ્યા અનુસાર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કુલ 259 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં રાહુલ ગાંધી સહિત 57 સાંસદો હતા.

સોનિયા ગાંધી પ્રિયંકા સાથે ED ઓફિસ પહોંચ્યા 

નેશનલ હેરાલ્ડ કેસમાં EDએ મંગળવારે સોનિયા ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. લંચ બ્રેક પહેલા સોનિયા ગાંધીની લગભગ 2.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી, વધુ 3.5 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. સોનિયા ગાંધી પ્રિયંકા અને રાહુલ ગાંધી સાથે ED ઓફિસ પહોંચ્યા હતા.

Back to top button