ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મલ્લિકાર્જુન ખડગેને મળશે Z Plus સિક્યોરિટી, ગુપ્તચર એજન્સીના રિપોર્ટ બાદ વધારાઈ સુરક્ષા

Text To Speech

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયે ખડગેને VIP સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે એટલે કે હવે કોંગ્રેસ અધ્યક્ષને Z Plus સુરક્ષા અપાઈ છે. હવે CRPF તેમના સુરક્ષા આપવા માટે તૈનાત રહેશે. હાલમાં જ કેન્દ્રીય એજન્સીઓને ખડગેની સુરક્ષાને લઈને એલર્ટ મળ્યું હતું. જે બાદ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

CRPFની આ Z પ્લસ કેટેગરીની સુરક્ષા કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના ખતરાના રિપોર્ટના આધારે કોંગ્રેસ અધ્યક્ષને આપવામાં આવી છે. CRPFના કુલ 58 કમાન્ડો મલ્લિકાર્જુન ખડગેને 24 કલાક સુરક્ષા આપશે. કોંગ્રેસ અધ્યક્ષને દેશભરમાં Z પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે. એ વાત જાણીતી છે કે કેન્દ્ર સરકાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને રાજકીય નેતાઓ પરના જીવનું જોખમ રહેલું હોય છે.

મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું

કોંગ્રેસ અધ્યક્ષની સુરક્ષા એવા સમયે વધારી દેવામાં આવી છે જ્યારે લોકસભાની ચૂંટણી નજીક છે. ખડગે વિવિધ રેલીઓ અને કાર્યક્રમો દ્વારા ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાની એક પણ તક જવા દેતાં નથી. તેઓ મોદી સરકાર પર સતત પ્રહાર કરે છે. તેઓ ગુરુવારે કેન્દ્રને ઘેર્યું હતું. એક પોસ્ટમાં ખડગેએ લખ્યું કે, કોંગ્રેસ દ્વારા મળેલા દાનમાંથી 65 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે મોદી સરકારે રાષ્ટ્રીયકૃત બેંકો સાથે છેતરપિંડી કરી અને તેને આવકવેરા દ્વારા જપ્ત કરી. શું ભાજપે ક્યારેય ઈન્કમ ટેક્સ ભર્યો છે?

આ પણ વાંચો: ‘નરેન્દ્ર મોદી ફરીથી PM બનશે તો આ દેશની છેલ્લી ચૂંટણી હશે’, મલ્લિકાર્જુન ખડગેનો મોટો દાવો

Back to top button