આ બેઠકો પર 23 ધારાસભ્યોને રિપીટ કરવાની કોંગ્રેસની તૈયારી


ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. જેમાં રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે આપ, ભાજપ અને કોંગ્રેસ પાર્ટી સક્રિય બની ગઈ છે. તેમાં આજે ભાજપ દ્વાર સેન્સ લેવાનો બીજો દિવસ પુરો થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર લગભગ ફાઇનલ થઈ ગયા છે. તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત હાલ ગુજરાતમા મીટિંગો કરી રહ્યાં છે. તેના પરિણામ સ્વરૂપે અનેક ઉમેદવારોના નામ પાક્કા થયા છે.
આ પણ વાંચો: Exclusive: વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ખેલ પડ્યો, AAP ગુજરાતમાં ભંગાણની શરૂઆત
કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં 23 ધારાસભ્યો
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીતી હતી. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં 23 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે. જો કે કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે તેની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં વગ ધરાવતા ધારાસભ્ય ભાજપમાં ટીકીટ લેવા લાઇનમાં જોડાયા
જાહેરાત ટુંક સમયમાં થશે
કોંગ્રેસના ઉમેદવારો પાક્કા થયા છે. જેમાં જાહેરાત ટુંક સમયમાં થશે. તેમાં જામનગર ગ્રામ્યમાં જીવણભાઈ આહીર, દ્વારકામાં મેરામણ ગોરિયા, ભાવનગર ગ્રામ્યમાં પ્રદિપસિંહ ગોહિલ, બોટાદમાં મનહર પટેલ તથા રાજકોટ ઈસ્ટમાં મહેશ રાજપુત, અશોક ડાંગર, ભાનુબેન સારણી તેમજ રાજકોટ વેસ્ટમાં ગોપાલ અનડકટ, મનસુખ કાલરીયા, રજત સંઘવી તથા રાજકોટ દક્ષિણમાં ડો.હેમાંગ વસાવાડા, હિતેષ વોરા તથા રાજકોટ ગ્રામ્યમાં સુરેશ બથવા ફાઇનલ જેવા છે.