ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાહુલ ગાંધીની નોમિનેશન રેલીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, કોંગ્રેસના અનેક અગ્રણીઓ હાજર

  • રાહુલ ગાંધીને કોંગ્રેસે રાયબરેલીથી બનાવ્યા ઉમેદવાર
  • રાયબરેલીમાં પાર્ટી કાર્યલય ખાતે હવન પૂજા કર્યા બાદ રાહુલ ગાંધી ભરશે ફોર્મ
  • કોંગ્રેસ પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ આ રેલીમાં આપશે હાજરી

રાયબરેલી, 3 મે: કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી લોકસભા સીટથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ દ્વારા આ અંગે સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું છે. ઉમેદવાર જાહેર થતાં જ રાહુલ ગાંધી આજે જ (3 મે) શુક્રવારે જ ઉમેદવારી પત્ર ભરવાના છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ આજે રાયબરેલી પહોંચી રહ્યા છે અને કેટલાક નેતાઓના આવવાની સંભાવના છે. આ નામાંકન રેલી દ્વારા કોંગ્રેસ દિગ્ગજો સાથે પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીના નોમિનેશનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ચાર્ટર્ડ પ્લેન દ્વારા રાયબરેલી પહોંચ્યા છે. આ સમયે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ રાયબરેલીમાં હાજર છે.

 

રાહુલ ગાંધીની નોમિનેશન રેલી કે શક્તિ પ્રદર્શન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પણ રાહુલ ગાંધીના નામાંકનને લઈને રાયબરેલી પહોંચી રહ્યા છે.

 

ભારતીય જનતા પાર્ટીએ રાયબરેલીથી દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બીજી લોકપ્રિય બેઠક અમેઠી પરથી કોંગ્રેસે કિશોરી લાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા છે. રાયબરેલીમાં રાહુલ ગાંધીની નોમિનેશન રેલીમાં કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે ગાંધી પરિવારના સભ્યો લાંબા સમયથી અમેઠી અને રાયબરેલી ઉત્તર પ્રદેશની બંને લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં આ બેઠકોને ગાંધી-નેહરુ પરિવારના ગઢ તરીકે પણ જોવામાં આવે છે.

અમેઠીથી બિન-ગાંધી પરિવારને ટિકિટ

જો કે આ વખતે કોંગ્રેસે અમેઠી સંસદીય સીટ પરથી બિન-ગાંધી પરિવારના વ્યક્તિને મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સ્મૃતિ ઈરાની ચૂંટણી જીત્યા હતા. આ ચૂંટણીમાં રાહુલ ગાંધીએ વાયનાડ લોકસભા સીટ પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી, જ્યાંથી તેઓ જીત્યા હતા. વર્ષ 2019માં સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે તેમણે સ્વાસ્થ્યના કારણોસર ચૂંટણી લડી નથી. સોનિયા ગાંધી રાજ્યસભા થઈને સંસદ પહોંચ્યા છે. આવી સ્થિતિમાં સોનિયા ગાંધીએ ખાલી કરેલી સીટ પર રાહુલ ગાંધી ચૂંટણી લડવાના છે.

આ પણ વાંચો: કોણ છે કિશોરીલાલ શર્મા, જેણે કોંગ્રેસે અમેઠીથી આપી ટિકિટ? જાણો

20મી મેના રોજ મતદાન

રાયબરેલી અને અમેઠીમાં પાંચમા તબક્કામાં એટલે કે 20મી મેના રોજ મતદાન થશે. કોંગ્રેસનું કહેવું છે કે રાયબરેલી માટે રાહુલ ગાંધી અને અમેઠી બેઠક માટે કેએલ શર્માના નામાંકન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજેપીએ ફરી એકવાર અમેઠીથી સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતાર્યા છે. બીજી તરફ રાયબરેલી બેઠક પરથી ભાજપના દિનેશ પ્રતાપ સિંહ મેદાનમાં છે. તેઓ વર્ષ 2019માં પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે આ ચૂંટણીમાં સોનિયા ગાંધીએ તેમને જંગી વોટથી હરાવ્યા હતા.

આ પણ વાંચો: ‘અમને વારસામાં ધન-દૌલત નહીં, પિતાના ટુકડા મળ્યા’ : પ્રિયંકા ગાંધી

Back to top button