ચીને 1962માં ભારત ઉપર આક્રમણ કર્યું હોવાનું કોંગ્રેસ પક્ષ માનતો નથી? જાણો શું છે નવો વિવાદ
- મણિશંકર ઐયરના વિવાદિત નિવેદન પર કોંગ્રેસ અને ભાજપે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી, 29 મે: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ઓક્ટોબર 1962ના ભારત-ચીન યુદ્ધને ‘કથિત ચીની આક્રમણ’ કહીને નવો વિવાદ ઉભો કર્યો છે. મંગળવારે, ફોરેન કોરોસ્પોન્ડન્ટ્સ ક્લબ દ્વારા આયોજીત ‘નેહરુઝ ફર્સ્ટ રિક્રુટ્સ’ પુસ્તકના વિમોચન ઇવેન્ટનો એક કથિત વીડિયો, જ્યાં મણિશંકર ઐયરે આ નિવેદન આપ્યું હતું, તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાદમાં એક સંક્ષિપ્ત નિવેદનમાં ઐયરે કહ્યું હતું કે, “આજે સાંજે ફોરેન કોરોસ્પોન્ડન્ટ્સ ક્લબમાં ‘ચીની આક્રમકતા’ પહેલા ભૂલથી ‘કથિત’ શબ્દનો ઉપયોગ કરવા બદલ હું દિલથી માફી માંગુ છું.” તેમજ કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, “મણિશંકર ઐયરે માફી માંગી લીધી છે અને પાર્ટીએ પણ આ શબ્દોથી પોતાને દૂર કરી દીધી છે.” જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મે 2020માં ચીનીયોને તેમની ઘૂસણખોરી માટે ક્લીનચીટ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.
Mani Shankar Aiyar, speaking at the FCC, during launch of a book called Nehru’s First Recruits, refers to Chinese invasion in 1962 as ‘alleged’. This is a brazen attempt at revisionism.
Nehru gave up India’s claim on permanent seat at the UNSC in favour of the Chinese, Rahul… pic.twitter.com/Z7T0tUgJiD
— Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) May 28, 2024
જોકે, બીજેપી IT સેલના વડા અમિત માલવિયાએ ઐયરની ટિપ્પણી પર કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. માલવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, “નહેરુઝ ફર્સ્ટ રિક્રુટ્સ પુસ્તકના વિમોચન દરમિયાન FCCમાં બોલતા, મણિશંકર ઐયરે 1962ના ચીની આક્રમણને ‘કથિત’ ગણાવ્યું છે. આ સંશોધનવાદનો બેશરમ પ્રયાસ છે.”
ભાજપ અને કોંગ્રેસના નેતાએ શું કહ્યું?
બીજેપી IT સેલના વડા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે, “નેહરુએ UNSCમાં કાયમી બેઠક માટે ભારતના દાવાને ચીનની તરફેણમાં છોડી દીધો, રાહુલ ગાંધીએ ગુપ્ત MoU પર હસ્તાક્ષર કર્યા, રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીની દૂતાવાસ પાસેથી ભંડોળ સ્વીકાર્યું અને ચીની કંપનીઓ માટે માર્કેટ એક્સેસની ભલામણ કરતો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો, તેના આધારે, સોનિયા ગાંધીજીની UPAએ ભારતીય બજારને ચીની ચીજવસ્તુઓ માટે ખોલી દીધું.” તેમણે આગળ લખ્યું કે, “MSMEને નુકસાન થયું હતું અને હવે કોંગ્રેસ નેતા ઐયર ચીનના આક્રમણને સફેદ કરવા માંગે છે, જેના પછી ચીનીઓએ ભારતના 38,000 ચોરસ કિલોમીટરના વિસ્તાર પર ગેરકાયદેસર કબજો કરી લીધો છે.” અમિત માલવિયાએ પૂછ્યું કે, “કોંગ્રેસનો ચીન પ્રત્યેનો પ્રેમ શું કહી રહ્યું છે?
Mr. Mani Shankar Aiyar has subequently apologised unreservedly for using the term “alleged invasion” mistakenkly. Allowances must be made for his age. The INC distances itself from his original phraseology.
The Chinese invasion of India that began on October 20 1962 was for… https://t.co/74oXfL1Ur2
— Jairam Ramesh (@Jairam_Ramesh) May 28, 2024
વિવાદ વચ્ચે જયરામ રમેશે X પર એક પોસ્ટમાં કહ્યું કે, ” કોંગ્રેસે ઐયરની મૂળ શબ્દથી દૂરી બનાવી લીધી છે. 20 ઓક્ટોબર 1962ના રોજ શરૂ થયેલો ચીનનો ભારત પર હુમલો વાસ્તવિક હતો. મે 2020ની શરૂઆતમાં લદ્દાખમાં ચીની ઘૂસણખોરી પણ થઈ હતી, જેમાં આપણા 40 સૈનિકો શહીદ થયા હતા અને યથાસ્થિતિ ખોરવાઈ ગઈ હતી.” તેમણે વધુમાં જણાવ્યું કે, “આઉટગોઇંગ વડાપ્રધાને 19 જૂન 2020ના રોજ સાર્વજનિક રીતે ચીનને ક્લીનચીટ આપી હતી, જેનાથી આપણી વાતચીતની સ્થિતિ ગંભીર રીતે નબળી પડી ગઈ. દેપસાંગ અને ડેમચોક સહિત 2000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ભારતીય સૈનિકોની સીમાથી દૂર છે ” કોંગ્રેસ મહાસચિવે તેમની જૂની ટિપ્પણી પણ ફરીથી પોસ્ટ કરી જેમાં તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર ચીનને ક્લીનચીટ આપવાનો આરોપ લગાવ્યો હતો.
મણિશંકર ઐયરે IFS પરીક્ષા પ્રકરણને યાદ કર્યું
કાર્યક્રમમાં, મણિશંકર ઐયરે ભારતીય ફોરેન સર્વિસ માટે પરીક્ષા આપી હતી તે સમયની એક ઘટનાને પણ યાદ કરી. ઐયરે કહ્યું કે, “જે દિવસે તવાંગ પડ્યું તે દિવસે લંડનમાં ફોરેન સર્વિસની પરીક્ષાઓ શરૂ થઈ. જ્યારે તે પૂરી થઈ ત્યારે હું રાજકારણમાં સક્રિય હતો અને અખબારો મારા વિશે ઉલ્લેખ કરતા હતા કે હું ખૂબ જ ડાબેરી(Leftist) અને સામ્યવાદી છું. જ્યારે મેં ફોરેન સર્વિસની પરીક્ષા પાસ કરી અને મેં ખૂબ સારું પ્રદર્શન કર્યું, ત્યારે મને જાણવા મળ્યું કે મને કોઈ પણ પ્રકારનું એડમિટ કાર્ડ મળ્યું નથી, જેથી મેં વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો કે મને જોઇનિંગ લેટર મળ્યો નથી.”
ઐયરે વધુમાં કહ્યું કે, “મને ટેલિગ્રામ દ્વારા જવાબ મળ્યો કે, ‘તમને જણાવતા અફસોસ થાય છે કે તમને બધી સેવાઓમાંથી બરતરફ કરવામાં આવ્યા છે અને મને તરત જ સમજાયું કે તે શું હતું. ઈન્ટેલિજન્સ બ્યુરો પાસે વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ વિશે માહિતીનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત હતો.”
ઐય્યરે કહ્યું કે, “તેને યલો રેટ્સ કહેવામાં આવતું હતું, તેઓ આ નિષ્કર્ષ એટલા માટે આવ્યા હતા, કારણ કે હું સામ્યવાદી હતો અને હું ચીન માટે પૈસા એકઠા કરતો હતો. પરંતુ હકીકતમાં, હું મારા રાત્રિભોજન માટે પૈસા એકઠા કરી શકતો ન હતો, તો હું ચાઈનીઝ માટે પૈસા કેવી રીતે એકઠા કરી શકુ? મને લિસ્ટમાંથી હટાવીને ભારત પરત મોકલવામાં આવ્યો.”
આ પણ જુઓ: All Eyes on Rafahની સ્ટોરી કેમ પોસ્ટ કરી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ? જાણો