અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

OBC સમાજના પ્રશ્નોને કોંગ્રસે ક્યારેય સન્માન આપ્યું નથી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

Text To Speech

અમદાવાદમાં યોજાયેલા રાષ્ટ્રીય મોદી સમાજના સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓએ PM મોદીની કાર્યક્ષૈલીના વખાણ કરતા કહ્યું કે, “અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન પણ PM મોદીના ઓટોગ્રાફ માંગે છે જે ભારતીય તરીકે ગર્વ લેવા જેવી વાત છે.”

ભાજપે સૌ પ્રથમ OBC પ્રધાનમંત્રી આપવાનું કામ કર્યુ

આ સિવાય અમિત શાહે કોંગ્રેસને આડેહાથ લેતા કહ્યું કે, “OBC સમાજના પ્રશ્નોને કોંગ્રસે ક્યારેય સન્માન આપ્યું નથી. કોંગ્રેસે 56 વર્ષમાં OBC સમાજ માટે કોઈ મોટું કામ નથી કર્યું. જેની સામે “ભાજપે સૌ પ્રથમ OBC પ્રધાનમંત્રી આપવાનું કામ કર્યુ અને આજે દેશની કેબિનેટમાં 27 મંત્રી ઓબીસી સમાજના છે.

તો બીજી તરફ અમિત શાહે પુર્ણેશ મોદીની રાહુલ ગાંધી સામેની લડતના વખાણ કર્યા હતા. અને કહ્યું કે, પુર્ણેશ મોદીએ એક મજબુત લડાઈ લડી છે, આ અપમાન દેશનું અને સમાજનું છે અને સમાજના સન્માન માટે પૂર્ણેશ મોદી લડાઈ લડ્યા છે.

બાવળામાં ટ્રસ્ટ સંચાલિત ત્રિમુર્તી હોસ્પિટલનો વ્યાપ વધારાશે

2 દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારમાં નવી આધુનિક હોસ્પિટલ બને તે માટે કટિબદ્ધતા દાખવી હતી. બાવળામાં ટ્રસ્ટ સંચાલિત ત્રિમુર્તી હોસ્પિટલનો વ્યાપ વધારવા અમિત શાહે મદદ માટે તૈયારી બતાવી છે. હોસ્પિટલના ટ્રસ્ટીએ 40 કરોડના ખર્ચે નવી આધુનિક હોસ્પિટલ બનાવવા અંગે અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. જેને લઈને અમિત શાહે સરકાર સહિત પોતાના તરફથી મદદ કરવા વચન આપ્યું હતું. આ સિવાય અમિત શાહે પોતાના મત વિસ્તારમાં 20 જેટલી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સુવિધા વધારવા કહ્યું હતું.

અમિત શાહે અમદાવાદમાં કરોડોના વિકાસ કામોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કરોડોના વિકાસ કામોની ભેટ આપી છે. AMCના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરતા તેઓએ નારણપુરાના શાસ્ત્રીનગર ખાતે રૂપિયા 1.35 કરોડના ખર્ચે તૈયાર થયેલી જીમનેશિયમ અને રૂપિયા 1.58 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી લાઇબ્રેરીને ખુલ્લી મુકી હતી. આ સિવાય ઘાટલોડિયા વોર્ડમાં નવિનિકરણ થયેલા છારોડી તળાવનું પણ લોકાર્પણ કર્યું હતું. મહત્વનું છે કે આ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: BJP નેતાએ મુસ્લિમ યુવક સાથે દીકરીના લગ્ન કેમ કર્યા રદ્દ?

Back to top button