સાકેત ગોખલેની મુશ્કેલીઓ વધી, ફરી જામીન મળતા બીજી વખત કરાઈ ધરપકડ

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ફરીથી મુશ્કેલીઓ વધી છે. ગુરુવારે ફરી જામીન મળતા ફરી વખત ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ અમદાવાદની કોર્ટે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેને મોરબી દુર્ઘટના પર વિવાદીત ટ્વીટ કરવાના કેસમાં જામીન આપી દીધા હતા. જે બાદ હવે મોરબી પોલીસ દ્વારા અન્ય એક કેસમાં ફરીથી ધરપકડ કરી છે.

TMC પ્રવક્તા સાકેતની મુશ્કેલીઓ ફરી વધી
મોરબી ઘટના પર ટ્વીટ કરતા ફરિયાદ નોંધાઈ હતી જેના પગલે TMC નેતા સાકેતને અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલિસ સ્ટેશનના ગુનામાં જામીન મળતા જ મોરબી પોલીસે અમદાવાદ સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બહારથી ઉપાડી લઈ ધરપકડ કરી હતી અને મોરબી લાવી પૂછપરછ કરી હતી. જે બાદ ગુરુવારે સાકેતને અમદાવાદ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં મોટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાકેતને 15 હજાર રુપિયાના જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાંકેત ગોખલેને જામીન પર મુક્ત થયા બાદ TMC પ્રવક્તા સાકેતના ફરીથી જામીન મળતા એક વાર ફરી મોરબી કેસમા ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મોરબી દુર્ઘટના પર ખોટી ટ્વીટ કરનાર TMCનેતા સાંકેત ગોખલે કોણ છે ?, જાણો કેમ કરાઈ ધરપકડ
કેમ કરાઈ રહી છે સાકેતની ધરપકડ?
ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની એક ટ્વીટને લઈને રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી હતી. તેમણે ટ્વીટમાં પુલ દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોરબી પ્રવાસ સાથે જોડાયેલા ફેક ન્યૂઝનું સમર્થન કર્યું હતું. સાકેત ગોખલેએ 1 ડિસેમ્બરે ટ્વિટર પર એક સમાચાર શેર કર્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માહિતીના અધિકાર (RTI) હેઠળ દાખલ કરાયેલી અરજીના જવાબમાં એવું બહાર આવ્યું છે કે ઓક્ટોબરમાં પુલ ધરાશાયી થયા બાદ PM મોદીની મોરબીની મુલાકાત પર ગુજરાત સરકારે રૂ. 30 કરોડનો ખર્ચ કર્યો હતો. સરકારની ફેક્ટ-ચેકિંગ સંસ્થા PIBએ તેને ફેક ગણાવી હતી. પીઆઈબીનો દાવો છે કે આવી કોઈ આરટીઆઈનો જવાબ આપવામાં આવ્યો નથી. સાકેત ગોખલે પર આરોપ છે કે તેણે PMની છબી ખરાબ કરવાના હેતુથી મોરબીની ઘટના પર ખોટું ટ્વીટ કર્યું હતું. મળતી માહિતી મુજબ ગોખલેના આ ટ્વિટ અંગે બીજેપી નેતા અમિત કોઠારીએ પોલીસને ફરિયાદ કરી હતી.