ટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધનઃ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ હતા

Text To Speech

પંજાબના જાલંધરથી કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહનું આજે નિધન થઇ ગયુ છે. તેઓ ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા, ત્યાં તેઓ અચાનક બિમાર પડી ગયા. તાત્કાલિક તેમને ફગવાડાની વિર્ક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં તેમનું નિધન થયુ છે. તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે ચાલી રહ્યા હતા ત્યારે જ તેમની ધડકન તેજ થઇ ગઇ. સંતોખ સિંહની હાલત બગડતા જ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાને તાત્કાલિક રોકવી પડી અને તેઓ તરત હોસ્પિટલ પહોંચ્યા હતા.

કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધનઃ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ હતા hum dekhenge news

રાહુલ ગાંધીની યાત્રા આજે સવારે 7 વાગે લુધિયાણાના લોડોવાલથી શરૂ થઇ હતી. યાત્રાને સવારે 10 વાગ્યે જાલંધરના ગોરાયા પહોંચવાનું હતુ, જ્યાં લંચ માટે યાત્રાનો વિરામ થાત. ત્યારબાદ સાંજે ત્રણ વાગ્યે યાત્રા ફરી શરૂ થવાની હતી અને સાંજે છ વાગે ફગવાડાના બસ સ્ટેશન પાસે રોકાવાની હતી. જોકે સવારે સાડા નવ વાગ્યે કોંગ્રેસ સાંસદ સંતોખસિંહ ચૌધરીના નિધન બાદ યાત્રા રોકી દેવાઇ હતી. અત્યાર સુધી કોંગ્રેસ તરફથી આ સંદર્ભે કોઇ જાહેરાત કરાઇ નથી કે યાત્રા રોકવામાં આવશે કે રાહુલ ગાંધી ફરી યાત્રામાં સામેલ થશે.

કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહનું નિધનઃ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ હતા hum dekhenge news

30 જાન્યુઆરી સુધી યાત્રા પુરી થશે

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમાપન 30 જાન્યુઆરીએ કાશ્મીરના શ્રીનગરમાં થશે. કાશ્મીરના લાલચોક પર રાહુલ ગાંધી તિરંગો લહેરાવીને યાત્રાનું સમાપન કરશે. ભારત જોડો યાત્રાના સમાપનમાં કોંગ્રેસ વિપક્ષી એકતાની તાકાત બતાવશે, જેના માટે સમાન વિચારધારા વાળા 21 પક્ષોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2024 : બજેટ સત્ર પહેલા કેન્દ્રીય કેબિનેટનું થશે વિસ્તરણ, મોદીએ કરી મેરેથોન બેઠક

Back to top button