ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ સાંસદ ચરણજીત ચન્નીએ આતંકી સમર્થક અમૃતપાલ સિંહનો પક્ષ લેવાનું ચાલુ રાખ્યું

  • કોંગ્રેસ જોકે ચન્નીના વલણ સાથે સંમત નથી
  • ચરણજીત સિંહ ચન્નીના નિવેદન સાથે પાર્ટીનો કોઈ સંબંધ નથી: કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશ

નવી દિલ્હી, 26 જુલાઇ: કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ ગુરુવારે લોકસભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, પંજાબના એક સાંસદને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ જેલમાં રાખવામાં આવ્યા છે. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકતા નથી અને તેના કારણે જનતાને નુકસાન થઈ રહ્યું છે. તેમણે કોઈનું નામ નથી લીધું, પરંતુ તેમનો સંદર્ભ સીધો ખાલિસ્તાની અમૃતપાલ સિંહ તરફ હતો. આ અંગે વિવાદ શરૂ થયો હતો અને રવનીત સિંહ બિટ્ટુ સાથે તેમની ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીના આવા નિવેદનથી પોતાને દૂર કરી લીધી છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “ચરણજીત સિંહ ચન્નીના નિવેદન સાથે પાર્ટીનો કોઈ સંબંધ નથી.” તેમ છતાં પણ તેઑ પોતાના જૂના નિવેદન પર અડગ રહેલા છે.

 

ફરી એકવાર સાંસદે અમૃતપાલ સિંહને સમર્થન આપ્યું 

કોંગ્રેસે અંતર કરી લીધું હોવા છતાં ચરણજીત સિંહ ચન્ની હજુ પણ જીદ છોડવા તૈયાર નથી. તેમણે ડેઈલી ટ્રિબ્યુન સાથે વાત કરતા ફરી સવાલો ઉઠાવ્યા હતો. જાલંધરના સાંસદે કહ્યું કે, ‘જો અમૃતપાલ સિંહ ખાલિસ્તાની છે તો તેના નામાંકન પત્રો કેમ રદ્દ કરવામાં આવ્યા નહીં? શા માટે તેમને સંસદમાં લાવવામાં આવ્યા અને સાંસદ તરીકે શપથ પણ લીધા? અમૃતપાલ સિંહે બંધારણ પર શપથ લીધા છે અને તેમને સંસદની કાર્યવાહીમાં ભાગ ન લેવા દેવો એ લોકો સાથે અન્યાય છે જ્યાંથી તેઓ ચૂંટાઇને આવ્યો છે.

પોતાના પર લાગેલા આરોપોનો જવાબ આપતા ચન્નીએ કહ્યું કે, “મારા પર ખાલિસ્તાનીઓને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. અમૃતપાલ સિંહ ડિબ્રુગઢ જેલમાં બંધ છે. તેના માટે ઉમેદવારી નોંધાવવા અને ચૂંટણી લડવાના દરવાજા કોણે ખોલ્યા? આટલું જ નહીં, ચન્નીએ વધુમાં કહ્યું કે મારા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, હું સંસદમાં ખોટું બોલી રહ્યો છું કે ખેડૂતો પર પણ NSA લાદવામાં આવ્યો છે. જોકે મારો દાવો સાચો હતો. NSA હેઠળ 4 ખેડૂતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને હટાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ હતી. આ બધું રેકોર્ડ પર છે. અંબાલા પોલીસે પોતે ફેબ્રુઆરી 2024માં એક પ્રેસનોટ બહાર પાડી હતી, જેમાં આ વાત કહેવામાં આવી હતી.

રવનીત બિટ્ટુ તો નવી વહુની જેમ વર્તે છે: ચન્ની

 

રવનીત સિંહ બિટ્ટુના આરોપો પર ચન્નીએ કહ્યું કે, ‘બિટ્ટુ જી, જો તમને લાગે છે કે મારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે તો ચાલો તેને બદલીએ. ચાલો હું તમને એક વિકલ્પ આપું. તમારી પાસે જે સંપત્તિ છે તે મને આપો. મારી પાસે જે છે તે તમે લઈ શકો છો. આવા અંગત હુમલાઓ પર ચન્નીએ કહ્યું કે, હું વધારે કહેવા માંગતો નથી. પણ તેમનું વર્તન સાસરિયાઓને ખુશ કરવા માટે નવી વહુ જેવું છે. મહત્ત્વપૂર્ણ છે કે, રવનીત સિંહ બિટ્ટુ લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જોડાયા હતા.

આ પણ જૂઓ: ફિગર મેઇન્ટેન કરવાનું છોડે હિન્દૂ મહિલાઓ, 4-4 બાળકો કરે પેદા… જુઓ કોણે આપ્યું ચોંકાવનારું નિવેદન

Back to top button