ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસના ધારાસભ્ય સુતળી બોમ્બની માળા પહેરીને વિધાનસભા પહોંચ્યા

મધ્યપ્રદેશ, 08 ફેબ્રુઆરી: મધ્યપ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર બુધવારથી શરૂ થયું છે. ગુરુવારે એટલે કે આજે સત્રના બીજા દિવસે વિધાનસભામાં હરદાની ઘટનાના પડઘા સંભળાયા હતા. કોંગ્રેસના(Congress) સભ્યોએ હરદા અકસ્માત અંગેની સ્ટોપ વર્ક નોટિસ પર ચર્ચાની માંગ કરી હતી, જેને વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમરે સ્વીકારી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 184થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 40 ગંભીર રીતે ઘાયલ છે. કારખાનાના માલિક રાજેશ અને સોમેશ અગ્રવાલની પોલીસે રાજગઢ જિલ્લાના સારંગપુરથી ધરપકડ કરી છે. જો કે બીજી તરફ આ અકસ્માતને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપ પણ શરૂ થઈ ગયા છે. મામલો એટલો વધી ગયો કે કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA)  હરદામાં થયેલા અકસ્માતના વિરોધમાં સૂતળી બોમ્બની માળા(bomb garland) પહેરીને વિધાનસભા પહોંચ્યા. તેમના આમ કરવાથી વિધાનસભાની બહાર હોબાળો મચી ગયો હતો. ચાલો જાણીએ આખો મામલો.

દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ

મધ્યપ્રદેશના હરદાના કોંગ્રેસના ધારાસભ્ય રામ કિશોર ડોગને(Ram Kishor Dogane) ગુરુવારે સુતળી બોમ્બની માળા પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. નકલી સૂતળી બોમ્બની માળા પહેરીને તેમના આગમનને કારણે વિધાનસભાની બહાર હોબાળો થયો હતો. હરદાના ધારાસભ્ય આરકે ડોગનેએ કહ્યું કે માત્ર 4 લાખ રૂપિયાનું વળતર અને કલેક્ટર અથવા એસપીને હટાવવાથી કંઈ થશે નહીં, દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આરકે ડોગને આક્ષેપ કર્યો હતો કે કારખાનેદારોને પૂર્વ કૃષિ મંત્રી અને તત્કાલીન ધારાસભ્ય કમલ પટેલનું રક્ષણ હતું.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કોંગ્રેસ બોમ્બ પહેરીને દેશભરમાં ફરે છેઃ ભાજપ

કોંગ્રેસના ધારાસભ્યના નિવેદન અને સૂતળી બોમ્બ સાથે વિધાનસભામાં આવ્યા બાદ તરત જ ભાજપના સુર બદલાય હતા. રાજ્ય મંત્રી કૃષ્ણા ગૌરે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યો પોતે આરોપીઓને બચાવવાનું કામ કરી રહ્યા છે. તે જ સમયે, ભાજપના ફાયરબ્રાન્ડ ધારાસભ્ય રામેશ્વર શર્માએ ડોગને પર વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ બોમ્બની માળા પહેરીને ફરે છે, કોંગ્રેસ કાશ્મીરથી કન્યાકુમારી જવાનું કામ કરી રહી છે. પરંતુ મધ્યપ્રદેશ સરકારે હરદા કેસને ગંભીરતાથી લીધો અને મુખ્ય પ્રધાન મોહન યાદવે પગલાં લીધા, એસપી કલેક્ટરને હટાવીને તપાસ સમિતિની રચના કરી. મધ્યપ્રદેશમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે સરકાર પગલાં લઈ રહી છે.

આ પણ વાંચોઃ જંબુસરમાં માછીમારોની જાળમાં ફસાયું સ્ફટિકનું શિવલિંગ, દર્શન કરવા લોકોની ભીડ ઊમટી

Back to top button