કોંગ્રેસમાંથી વેવાઈને ટિકિટ ન આપતા નારાજ ભગા બારડે કેસેરિયો ધારણ કરી લીધો


તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસથી નારાજ થઈને ભગાભાઈ બારડે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. જે બાદ આજે વિધિવત રીતે કેસરીયો ધારણ પણ કરી દીધો છે. મળતી માહિતી મુજબ ભગાભાઈ બારડના વેવાઇ મુળુભાઈ કંડોરિયાએ દ્વારકામાં કોંગ્રેસમાંથી ટિકિટની માંગણી કરી હતી. પરંતુ કોંગ્રેસે ટિકિટ આપવા મેરામણ ગોરિયાને પસંદ કર્યા અને તાલાલાના આહિર ભાજપ ભેગા થઈ ગયા.
ભગાભાઈ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
ભગાભાઈએ પોતાના સમર્થકો સાથે બાદલપરા ગામે બેઠક યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા. તેમના સમર્થકો પણ રાજીનામાંના સમર્થનમાં હોય તેમ જણાયું હતું. ભગા બારડના વેવાઇ મુળુભાઈ કંડોરિયા ટિકિટ આપવાની ના પાડતા તેઓ નારાજ થયા હતા અને આજે તેમને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દઈ આજે ભાજપ સાથે જોડાયા છે.

આ પણ વાંચો:વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના ત્રણ દિવસ બાદ પણ એક જ ઉમેદવારીપત્ર ભરાયું
તલાલા વિધાનસભા સીટ પર ચૂંટણી લડી શકે છે
દ્વારકા સીટ પર કોંગ્રેસના મેરામણ ગોરીયા મજબૂત દાવેદાર છે. ગત ચૂંટણીમાં પણ તેઓ દ્વારકા સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. જ્યારે મેરામણ ગોરીયાના સ્થાને ભગાભાઈએ પોતાના વેવાઇને ટીકીટ મળે તે રીતની માગણી દર્શાવી હતી. કોંગ્રેસ પક્ષે તેમની માંગણી સ્વીકારી ન હતી જેથી તેમને રાજીનામું આપ્યું છે. ભગાભાઈ બારડ હવે વિધિવત ભાજપમાં જોડાયા છે અને 2022 ચૂંટણીમાં તેઓ ભાજપના મેન્ડેડ પર તલાલા વિધાનસભા સીટ પર ચૂંટણી લડે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. ભગા બારડ 2007માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી વિજેતા બન્યા હતા. 2017માં પણ તેઓ તલાલા સીટ પરથી ચૂંટણી લડ્યા અને વિજેતા પણ બન્યા હતા.