કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાના પિતાનું 96 વર્ષની વયે નિધન


કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાના પિતા દેવાભાઈ મોઢવાડિયાનું 96 વર્ષની વયે નિધન થયુ છે. મળતી માહિતી મુજબ અર્જૂન મોઢવાડીયાના પિતાના મૃત્યુના સમાચાર આજે વહેલી સવારે મળ્યા હતા. જે બાદ તેમના પુત્રએ તેમના મૃત્યુની પુષ્ટી કરી હતી. ત્યારે દેવાભાઈના મૃત્યુને લઈને આજે 3 વાગે અંતિમ યાત્રા કાઢવામાં આવશે.

આ પણ વાંચો: કોણ બનશે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ?, આ નામો પર ચર્ચા
અર્જૂન મોઢવાડિયા આ વર્ષની 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોરબંદરથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને જીત્યા હતા તેમજ તેઓ અગાઉ બે વખત ચૂંટણી હારી પણ ચૂક્યા છે. જોકે કોંગ્રેસ પાર્ટીએ ત્રીજી વખત તેમના પર ભરોષો કરી ટિકિટ આપી હતી. જે બાદ તેઓ ચૂંટણી લડ્યા ભાજપના બાબુભાઈ બોખીરિયાને હરાવીને જીત મેળવી છે.

આ અગાઉ ચૂંટણીના મતદાન પહેલા અર્જૂન મોઢવાડિયાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતુ કે ભાજપ પ્રથમ તબક્કાના મતદાનથી ડરી ગઈ છે. જે બાદ ચૂંટણીનું પરિણામ જાહેર થતા પોરબંદર પરથી ભાજપના નેતાને હરાવી તેઓએ જીત મેળવી હતી. ત્યારે મોઢવાડિયાને અગાઉ બે વાર ચૂંટણી લડી ચૂક્યા હતા ત્યારે બન્ને વખત તેમની હાર થઈ હતી. જે બાદ પણ કોંગ્રેસે ફરી ભરોસો કરીને તેમને આ વખતે પણ ટિકિટ આપી હતી. જે બાદ તેઓ એ જીત મેળવી હતી.