તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, આપ્યા 6 વચન
હૈદરાબાદ: તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં તેલંગાણા માટે છ ગેરંટી અને અલગ જાહેરાતનો સમાવેશ થાય છે.
- 42 પાનાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે તેલંગાણાના લોકોનો મૂડ એવો છે કે દેશની સૌથી જૂની પાર્ટીને સત્તામાં લાવવાના મુડમાં.
#WATCH हैदराबाद: कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे ने तेलंगाना विधानसभा चुनाव के लिए घोषणापत्र जारी किया। pic.twitter.com/hf36blwqGQ
— ANI_HindiNews (@AHindinews) November 17, 2023
કોંગ્રેલ દ્વાર 6 ગેરંટીઓ આપવામાં આવી
તેલંગાણામાં 30 નવેમ્બરની ચૂંટણી પછી જો પાર્ટી રાજ્યમાં સત્તા પર આવશે તો મહિલાઓ માટે દર મહિને 2,500 રૂપિયા અને 500 રૂપિયાના દરે ગેસ સિલિન્ડર સાથે તમામ ઘરોમાં 200 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપ્યું છે. વધુમાં રાયથુ ભરોસા હેઠળ પક્ષ દર વર્ષે ખેડૂતોને 15,000 રૂપિયાની રોકાણ સહાયનું વચન આપે છે, જ્યારે ખેત મજૂરોને 12,000 રૂપિયા મળશે.
કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરામાં ચેયુતાની વાત કરવામાં આવી છે. ચેયુથા હેઠળ, પાત્ર લાભાર્થીઓને 4,000 રૂપિયાનું પેન્શન અને 10 લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય વીમા કવચ આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે કર્ણાટકના લોકોને વચન આપ્યું હતું અને તેને પૂરું પણ કર્યું.
‘પીએમ મોદી અને મુખ્યમંત્રી રાવ ગમે તેમ કરે આવશે તો ક્રોંગ્રેસ જ’
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ પર નિશાન સાધતાં કૉંગ્રેસના વડાએ કહ્યું, ‘આજે હું પડકાર ફેંકી શકું છું અને કહી શકું છું કે મોદી અને કેસીઆર મળીને ગમે તેટલા પ્રયાસો કરશે, કોંગ્રેસ ચોક્કસપણે સત્તામાં આવશે.’
- રાવની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કહે છે કે તેઓ નિવૃત્ત થવા માટે તૈયાર છે અને લોકો પણ તેમને વિદાય આપવા તૈયાર છે.
સામાજિક ન્યાય પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ
ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે કહ્યું હતું કે પાર્ટી રાજ્યના લોકોની પ્રગતિ, તેમને સામાજિક ન્યાય અને તેમના આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે તેલંગાણાના લોકોને પાર્ટી દ્વારા આપવામાં આવેલી છ ગેરંટીની પણ ગણતરી કરી છે.
આ પણ વાંચો: બાળાસાહેબની પૂણ્યતિથિ કાર્યક્રમ સંદર્ભે શિંદે અને ઉદ્ધવ જૂથ બાખડ્યાં