મારા જેવા ગરીબના દીકરાને કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો: જગદીશ ઠાકોર
ગુજરાત વિધાનસભા ચૂંટણીની હવે છેલ્લી ઘડીઓ ગણાઇ રહી છે. પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર ગઈકાલે સાંજે પાંચ વાગ્યે શાંત થઇ ગયો છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓએ બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે એડી ચોંટીનું જોર લગાવી દીધું છે. તેવામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે મહેસાણા જીલ્લાના ખેરાલુ ખાતે આજરોજ જાહેર સભા સંબોધી હતી. આ સભામાં તેમણે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ જનાર કાર્યકરો ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર કેમ છે? ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું આ મોટું કારણ
અમે 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી
ઉલ્લેખનીય છે કે જગદીશ ઠાકોરે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, બે ચાર કાર્યકર્તા ઉઠાવી જઈ બીજેપી મજબૂત છે એવું કહી રહી છે. તમે ખેરાલુમાંથી એક કાર્યકર્તા તો ઉઠાવી બતાવો. કોંગ્રેસ આપેલા વચનોનો ઠરાવ પહેલી કેબિનેટમાં જ કરશે. ગુજરાતના યુવાનો મહેનતથી અભ્યાસ કરે છે અને પેપર ફૂટી જાય છે. અમે 10 લાખ યુવાનોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભાજપ માટે PM મોદીની ઓછી રેલીઓનું કારણ આવ્યુ સામે
મારા જેવા ગરીબના દીકરાને કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો
જગદીશ ઠાકોરે પોતાના સંબોધનમાં ઠાકોર સમાજને ઉદ્દેશીને કહ્યું હતું કે, મારા જેવા ગરીબના દીકરાને કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે. એટલે હું તમને સૌને વિનંતી કરવા આવ્યો છું કે આ ગરીબ જગદીશ ઠાકોરની લાજ રાખશો. આ સાથે જ તેમણે 51 હજાર કરતા વધુ લીડ ખેરાલુના ઉમેદવારને અપાવવાની વાત કરી હતી.