ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

કોંગ્રેસે કરી ફરી જુની ભુલ : હવે મોદીને ‘રાવણ’ કહ્યા

ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મતદાનનું કાઉન્‍ટડાઉન શરૂ થયુ છે ત્‍યારે દર વખતની જેમ કોંગ્રેસે ફરી એક વખત ભુલ દોહરાવી છે. અગાઉની ચૂંટણીઓ વખતે વડાપ્રધાન મોદીને ‘મોતના સોદાગર’ કહેવાની ભુલ કોંગ્રેસને ભારે પડી હતી તેમાંથી બોધપાઠ લીધા વગર કોંગ્રેસે વડાપ્રધાન ઉપર પ્રહાર કરવામાં ફરી એક વખત ભુલ કરી છે. આ વખતે કોંગ્રેસના અધ્‍યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીની તુલના ‘રાવણ’ સાથે કરતા ભારે વિવાદ ઉભો થયો છે. ભાજપના નેતાઓ આક્રમક બની આ નિવેદનને વખોડી પ્રજા ચૂંટણીમાં જવાબ આપશે તેમ જણાવ્‍યુ છે.

આ પણ વાંચો : દિલ્હી AAP ઉમેદવારનો હાથમાં પિસ્તોલ લઈ ડાન્સ, ભાજપે સાધ્યું નિશાન

દાણીલીમડાની સભામાં આપ્યું નિવેદન, મોટાનેતાઓ પણ હતા હાજર

કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ અમદાવાદના દાણીલીમડામાં ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રી મોદી અંગે વિવાદિત નિવેદન આપ્‍યું. મલ્લિકાર્જન ખડગેએ પીએમ મોદીને રાવણ સાથે સરખાવ્‍યાં. મલ્લિકાર્જૂને ભાષણ દરમિયાન જણાવ્‍યું કે, તમે તો પ્રધાનમંત્રી છો, તમને જે કામ મળ્‍યું છે એ કરવું જોઈએ. હંમેશા જુઠુ બોલો છો. તમારો ચહેરો જોઈને બધી ચૂંટણીઓમાં પબ્‍લિક તમને વોટ શું કામ આપે. રાવણની જેમ શું તમારા ૧૦૦ મુખ છે. તમારે કોર્પોરેશનની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય બધી ચૂંટણીમાં મોદીજી તમારો ચહેરો જોઈને જ લોકો ભાજપને વોટ આપે. ગુજરાતે ભાજપને જીતાડવાનું નક્કી કર્યું હોત તો PMએ ન આવવું પડતું. PM જુઠ બોલનારના બાદશાહ, જુઠ પર જુઠ બોલે છે. રાજસ્‍થાનના સીએમ અને કોંગ્રેસના સિનિયર લીડર અશોક ગેહલોત અને રઘુ શર્મા પણ આ સભામાં હતા હાજર હતાં.

આ પણ વાંચો : MCD ચૂંટણી પહેલા AAPને આંચકો, પાર્ટીના ત્રણ ભૂતપૂર્વ ધારાસભ્યો BJPમાં જોડાયા

તાજેતરમાં મધુસુદન મિસ્ત્રીએ ઔકાત શબ્દ વાપર્યો હતો

અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્‍ત્રીએ ‘ઔકાત’ શબ્‍દ વાપરતા મોદીએ તેનો દરેક સભામાં ઉલ્લેખ કરી જડબાતોડ જવાબ આપ્‍યો હતો. આ પહેલીવાર નથી જયારે કોંગ્રેસના કોઈ નેતાએ પીએમ મોદી વિરૂદ્ધ નિવેદન આપ્‍યું હોય. આ પહેલા પણ પીએમ મોદીને ‘મોતના વેપારી’ અને ‘ચા વેચનાર’ જેવા સંબોધનથી બોલાવવામાં આવ્‍યા છે. એવા ઘણા નેતાઓ છે જેમણે પીએમ મોદી વિરૂદ્ધ વિવાદાસ્‍પદ નિવેદન આપતી વખતે પોતાનો અભિપ્રાય આપ્‍યો હતો.

શું કહ્યું ભાજપના પ્રવક્‍તા સંબિત પાત્રાએ ?

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર ભાજપના પ્રવક્‍તા સંબિત પાત્રાએ કહ્યું, ‘કોંગ્રેસે પીએમનું અપમાન કર્યું છે. ગુજરાતના પુત્રનું અપમાન થયું છે, સોનિયા ગાંધીએ પીએમને મોતના સોદાગર કહ્યા હતા. જયારે પીએમ મોદીએ આતંકવાદની સ્‍થિતિ દર્શાવી હતી. કોંગ્રેસની દુર્વ્‍યવહારની સંપૂર્ણ યાદી સામે છે. તમે પીએમને રાવણ કેવી રીતે કહી શકો.

પીએમ સામેના અગાઉના નિવેદનો, ચૂંટણીમાં તેની અસર

૨૦૦૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સોનિયા ગાંધીએ મોદીને ‘મોતના વેપારી’ કહ્યા હતા. પરિણામ- કોંગ્રેસ ચૂંટણી હારી, ૫૯ બેઠકો મળી.

તે જ સમયે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં મણિશંકર અય્‍યરે મોદીને ‘ચાયવાલા’ કહ્યા હતા. પરિણામ- ચૂંટણીમાં હાર, માત્ર ૪૪ બેઠકો મળી.

યુપી વિધાનસભા ચૂંટણી ૨૦૧૭માં રાહુલે મોદી પર ‘ખૂન કી દલાલી’નો આરોપ લગાવ્‍યો હતો. પરિણામ- કોંગ્રેસને માત્ર ૭ બેઠકો મળી.

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’ કહ્યું હતું. પરિણામ- કોંગ્રેસ ચૂંટણી હારી, માત્ર ૫૨ બેઠકો મળી.

સંજય નિરુપમ : ઓક્‍ટોબર ૨૦૧૪- લોકોએ દેશનું સંચાલન ‘વાનરો’ના હાથમાં આપી દીધું છે.

 

Back to top button