રાહુલ ગુજરાતમાં ત્યારે જ કોંગ્રેસને વધુ એક બેઠક પર નુકસાન
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈ ચૂંટણી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. જેના માટે કોંગ્રસ નેતા રાહુલ ગાંધી પણ પ્રચાર અર્થે ગુજરાતમાં છે ત્યારે જ એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં દેવગઢ બારીયાના એનસીપી ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યું છે. જેનાથી નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
મધ્ય ગુજરાતના દાહોદમાં દેવગઢ બારીયામાં એનસીપી-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે સોદાબાજી થઈ હોવાના સંકેત છે. કોંગ્રેસે ગઠબંધનના ભાગરૂપે ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. પરંતુ હવે એનસીપી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સોદાબાજી થઈ હોવાની પ્રબળ આશંકા છે.
આ તરફ ભાજપ લાંબા સમયથી આ બેઠક પર પોતાની જીત મેળવીને ચાલી રહ્યું હતું. જેના પર કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન વચ્ચેના વિવાદના કારણે હવે દેવગઢ બારીયામાં ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે જંગ જામશે.
આ પણ વાંચો : દાહોદ જિલ્લાના જાણો વિધાનસભા ચૂંટણીમાં રાજકીય લેખાજોખા