ઊંઝામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડવાનું છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ રાજીનામું આપી નિવૃત્તિ લેશે. તેમાં 50 કરતાં વધુ કોંગ્રેસના આગેવાનો રાજીનામું અને નિવૃત્તિ લેશે. તેમજ કોંગ્રેસથી નારાજ આગેવાનો આ વખતે રાજીનામું આપશે તેથી આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે. તથા 13 ઓક્ટોબરે ખાનગી બેઠક બોલાવી નિર્ણય લેવાશે.
50 કરતાં વધુ કોંગ્રેસના આગેવાનો રાજીનામા આપશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડશે. જેમાં ઊંઝામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પડવાની તૈયારી થઇ ગઇ છે. તેમાં ઊંઝા તાલુકાના કોંગ્રેસના સિનિયર અને પીઠ કોંગી આગેવાનો રાજીનામું આપી નિવૃત્તિ લેશે. જેમાં 50 કરતાં વધુ કોંગ્રેસના આગેવાનોના રાજીનામા પડવાની છે. તેમાં ઊંઝા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર દશરથભાઈ પટેલ (બજરંગ)કોંગ્રેસ છોડશે. તથા ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદાર જય પ્રકાશ પટેલ ઉર્ફે જેકા ભાઈ કોંગ્રેસમાંથી નિવૃત્તિ લેશે. તથા ઊંઝા શહેર અને ઊંઝા તાલુકાના પૂર્વ કોર્પોરેટર અને ઊંઝા તાલુકા પંચાયતના પૂર્વ ડેલીકેટ પણ કોંગ્રેસ છોડવાની તૈયારી કરી ચુક્યા છે.