ટ્રેન્ડિંગનેશનલ

ભારત જોડો યાત્રામાંથી પરત ફરી રહેલા કોંગ્રેસના નેતાઓને નડ્યો અકસ્માત, 3નાં મોત

Text To Speech

કોંગ્રસની ભારત જોડો યાત્રામાં ભાગ લઇ રહેલા હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિના પાર્ટીના નેતાઓને અકસ્માત નડ્યો છે. જેમાં લાહૌલ સ્પીતિના પાર્ટીના નેતાઓ ગંભીર રીતે ઘવાતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

અકસ્માત-humdekhengenews

કોંગ્રેસના કાર્યકર્તાઓને નડ્યો અકસ્માત

કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા ચલાવવામાં આવતી ભારત જોડો યાત્રામાં વધુ એક વિગ્ન આવ્યું છે. ભારત જોડો યાત્રા્માં ભાગ લઇને પરત ફરી રહેલા કાર્યકર્તાઓને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. અને 10 જેટલા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ બસમાં કુલ 34 જેટલા લોકો સવાર હતા. આ ઘટનામાં કોંગ્રેસના કોઇ નેતાનુ મૃત્યું થયું નથી.

ભારત જોડોયાત્રામાંથી પરત ફરતા સર્જાયો અકસ્માત

ભારત જોડોમાં યાત્રમાં સામેલ આ નેતાઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના દૌસા જિલ્લાના સંથાલ વિસ્તારમાં આવેલ મનોહરપુર-કોથુન નેશનલ પર બેકાબુ બનેલી પીકઅપ બસ સાથે અથડાઇ હતી. અને બસ નીચે ઉતરી પડી હતી. આ અકસ્માતમાં પીકઅપ સવાર બેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી

આ અકસ્માતની ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ક્રેનની મદદથી વાહનોને અલગ કરી લાશોને બહાર કાઢી હતી.

આ પણ વાંચો:મોંઘવારીનો માર, સીંગતેલના ભાવમાં ફરી એકવાર થયો વધારો !

Back to top button