કોંગ્રેસ નેતા ઉદિત રાજ માને છે કે, 22 જાન્યુઆરી પછી કળિયુગ શરૂ થશે!
નવી દિલ્હી, 18 જાન્યુઆરી: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા ઉદિત રાજનું રામ મંદિર વિરુદ્ધ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આપણો કળિયુગ 22મી જાન્યુઆરીએ એટલે કે રામ મંદિરના અભિષેક પછી શરૂ થશે. દેશભરમાં રામ લલ્લાના અભિષેકને લઈને ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે ત્યારે રાજકીય પક્ષ કોંગ્રેસ સતત રામ મંદિરના નિર્માણનો વિરોધ કરી રહી છે. પહેલા આમંત્રણનો અસ્વીકાર અને પછી વિવાદાસ્પદ નિવેદન આપી કોંગ્રેસે તમામ મર્યાદા ઓળંગી નાખી છે.
#WATCH दिल्ली: कांग्रेस नेता उदित राज ने कहा, “1949 से लेकर 1990 तक हिंदू महासभा, RSS और जनसंघ क्या कर रहा था? अगर मंडल कमीशन नहीं आता तो राम मंदिर नहीं बनता। असली सच्चाई ये है कि पिछड़ों के आरक्षण के विरोध में जो ज्वाला पैदा हुई थी उसके लिए आडवाणी जी ने दिशा दी थी। हजारों वर्ष… pic.twitter.com/cg4IDeUqPF
— ANI_HindiNews (@AHindinews) January 18, 2024
મંડલ કમિશનના કારણે રામ મંદિરનું નિર્માણ થયુંઃ ઉદિત રાજ
કોંગ્રેસ પાર્ટીના નેતા ઉદિત રાજે કહ્યું કે હિન્દુ મહાસભા, RSS અને જનસંઘ 1949થી 1990 સુધી શું કરી રહ્યા હતા? તેમણે દાવો કર્યો કે જો મંડલ કમિશન ન આવ્યું હોત તો રામ મંદિરનું નિર્માણ ન થયું હોત. ખરું સત્ય એ છે કે પછાત વર્ગના આરક્ષણ સામે જે જ્વાળોએ ભડકી હતી તે માટે અડવાણીજીએ રથયાત્રા યોજીને દિશા આપી હતી. તેમણે વધુમાં કહ્યું કે, હજારો વર્ષોથી ગામડાઓમાં સીમમાં વસાવવાવમાં આવતા હતા અને તેમના પડછાયાથી સવર્ણો અપવિત્ર થઈ જતા હતા. અમને તળાવનું પાણી પીવા પણ દેવામાં આવતું ન હતું.
22 જાન્યુઆરી પછી અમારું કળિયુગ શરૂ થશેઃ કોંગ્રેસ નેતા
તેમણે કહ્યું કે કામેશ્વર ચૌપાલજી આજે જે ‘ચમચાગીરી’ કરી રહ્યા છે તેમને બંધારણ અને ડૉ. આંબેડકરે તાકાત આપી છે, નહીં તો ભગવાન રામ-કૃષ્ણ હજારો વર્ષોથી હતા. અમારી દુર્દશા શું હતી? તેમણે કહ્યું કે આપણું કળિયુગ 22 જાન્યુઆરી પછી શરૂ થશે. દલિતો, પછાત લોકો અને આદિવાસીઓનો કળિયુગ શરૂ થશે કારણ કે આ લોકો કહે છે કે જાતિ વ્યવસ્થા બરાબર છે. તેમણે આસામના સીએમ હિંમતા બિસ્વા શર્માના નિવેદન પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આસામ સીએમએ કહ્યું હતું કે દલિતો અને પછાત વર્ગના લોકોનું કામ સવર્ણોની સેવા કરવાનું છે. આજે પણ આ જ વિચારધારા હોવાથી અમારું કળિયુગ શરૂ થશે. હવે તમામ જાતિવાદીઓ અને અનામત વિરોધીઓ રામ મંદિર પહોંચશે.
આ પણ વાંચો: પીએમ મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ અને ‘રામ ટિકિટ’ અંગેના પુસ્તકનું વિમોચન કર્યું