ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

કોંગ્રેસ નેતાએ ચૂંટણીપંચ વિશે કહ્યા આવા અપશબ્દો, ભાજપે નોંધાવી ફરિયાદઃ જુવો વીડિયો

મુંબઈ, 30 નવેમ્બર, 2024: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાએ ચૂંટણીપંચ વિશે અતિશય અપમાનજનક શબ્દોનું ઉચ્ચારણ કરીને ભારતીય રાજકારણમાં એક મોટા વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. કોંગ્રેસ નેતાના આવા અપશબ્દોથી છંછેડાયેલી ભારતીય જનતા પાર્ટીએ આ અંગે વિધિવત ફરિયાદ પણ નોંધાવી દીધી છે.

તાજેતરની ચૂંટણીમાં હાર સહન નહીં કરી શકનાર કોંગ્રેસ તેમજ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતાઓ બેફામ વાણીવિલાસ અને અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. પરંતુ આજે તો કોંગ્રેસના એક નેતાએ તમામ મર્યાદા વટાવી દીધી હતી. મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પર કોંગ્રેસના નેતા અને એમએલસી ભાઈ જગતાપે કહ્યું કે, “(ચૂંટણી પંચ તો કુત્તા હૈ) ચૂંટણી પંચ એક કૂતરા જેવું છે, કૂતરા તરીકે કામ કરી રહ્યું છે, નરેન્દ્ર મોદી જીના બંગલાની બહાર બેઠું છે. તમામ એજન્સીઓને મજબૂત કરવા માટે બનાવવામાં આવી હતી. આપણી લોકશાહી હવે કઠપૂતળી બની ગઈ છે, આ એજન્સીઓ, જે આપણી લોકશાહીની રક્ષા માટે હતી, દુર્ભાગ્યે દુરુપયોગ થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર અને સમગ્ર દેશમાં જોવા મળે છે કે કેવી રીતે સિસ્ટમ સાથે છેડછાડ કરવામાં આવી રહી છે…”

જૂઓ કોંગ્રેસ નેતાએ કરેલાં ઉચ્ચારણોનો વીડિયો

કોંગ્રેસ નેતા દ્વારા આવા બેફામ અપશબ્દો બોલવાને પગલે ભાજપના નેતાઓ સક્રિય થઈ ગયા છે અને ભાઈ જગતાપ વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ પણ દાખલ કરી છે. ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ જગતાપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સોમૈયાએ જગતાપના નિવેદનો અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા એક વીડિયો સંદેશો પણ જારી કર્યો છે. જુવો…

આ ઉપરાંત કિરીટ સોમૈયાએ લેખિત ફરિયાદ પણ દાખલ કરી છે.

કિરીટ સોમૈયા ફરિયાદ - HDNews

તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનની અને ઝારખંડમાં ઈન્ડી ગઠબંધનની જીત થઈ હતી. કોંગ્રેસ સહિત વિપક્ષો જોકે ઝારખંડનાં પરિણામો અંગે તો કશું બોલતા નથી, પરંતુ મહારાષ્ટ્રનાં પરિણામોને પચાવી શકતા નથી અને ગત 23 નવેમ્બરે પરિણામ આવ્યાં એ દિવસથી ઈવીએન (EVM) ના નામે રોદણાં રડીને ફેર ચૂંટણી કરાવવાની અને તે પણ મતપત્રકોની જૂની પદ્ધતિથી ચૂંટણી કરાવવાની માગણી કરી રહ્યા છે. આ સંદર્ભમાં આજે કોંગ્રેસ નેતા ભાઈ જગતાપે પ્રતિભાવ આપ્યો હતો અને એ દરમિયાન તેમણે ચૂંટણીપંચને કૂતરા સાથે સરખાવી દીધું હતું.

આ પણ વાંચોઃ સમોસાકાંડ પછી હિમાચલ સરકારનો વધુ એક ફતવોઃ જાણીને તમારા માથાના વાળ ઊભા થઈ જશે

Back to top button