જિગ્નેશ મેવાણીની મુશ્કેલી વધી, અમદાવાદની કોર્ટે સજા ફટકારી, જાણો શું છે ગુનો ?
ગુજરાત કોંગ્રેસ નેતા અને રાજકીય નેતા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણીને અમદાવાદ કોર્ટે 6 મહીનાની સજા ફટકારી છે. 2017માં ગુજરાત યુનિવર્સિટીનું નામ બદલવા મુદ્દે તોડફોડ કરી હતી. તોડફોડ કેસમાં જિજ્ઞેશ મેવાણી દોષિત ઠેરવવામાં આવ્યો છે અને કોર્ટે મેવાણીને સજા ફટકારી છે.
અમદાવાદમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, સુબોધ પરમાર, રાકેશ મહેરીયા સહિત 19 આરોપીઓને અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 21 દ્વારા વર્ષ 2016 ના યુનિવર્સિટી ખાતે બની રહેલા કાયદા ભવનને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું નામ આપવા કરવામાં આવેલ વિજય ચાર રસ્તા રોકવાના ગુનામાં 6 મહિના ઉપરાંત દંડની સજા કરવામાં આવી છે.
આ અગાઉ મહેસાણા કેસમાં પરમિશન વગર રેલી કરવાના કેસમાં 3 માસ અને દંડની સજા કરવામાં આવેલી જેમાં સરકારે સજા વધારવા અપીલ કરેલ છે. જેના પર પણ સુનાવણી ચાલી રહેલી છે.
આ પણ વાંચો : વિપુલ ચૌધરીની ધરપકડ કરાતા બનાસકાંઠામાં અર્બુદા સેના લાલઘૂમ