કોંગ્રેસ નેતાએ દ્વારા તમામ હદો પાર કરીને ગુજરાતીઓનું અપમાન કરીને નીચા બતાવવાની કોશિશ કરી છે. મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી નતાશા શર્માએ ટ્વિટ કરીને કહ્યું કે, કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતીઓને કોઈ મેડલ મળ્યા ? કે પછી ગુજરાતીઓ બેન્ક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડેલિસ્ટ છે. જો કે તેમનું આ ટ્વિટ થોડી વારમાં વાયરલ થવા લાગ્યું હતું અને લોકોએ તેમને ટ્રોલ કરવાના શરુ કર્યા હતા.જેના પર રાજ્યના ગૃહમંત્રી અને ખેલમંત્રી હર્ષ સંઘવીએ સીધો પ્રહાર કોંગ્રેસ પર જ કર્યો છે.
હર્ષ સંઘવીએ સણસણટા જવાબોની ટ્વિટ કરીને કોંગ્રેસ નેતા પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ખેલાડીઓનું અપમાન બંધ કરવું જોઇએ. દેશના ખેલાડીઓ 61 મેડલ જીત્યા છે અને તેમની સખ્ત મહેનતનું આ પરિણામ છે. અને જો વાત ગુજરાતની કરવામાં આવે તો કોમનવેલ્થ ગેમ્સમાં 5 મેડલ ગુજરાતીઓએ જીત્યા છે.
खिलाड़ियों का अपमान बंद करो 61 मेडल्स के साथ पूरे विश्व में टॉप 5 में भारत का परचम लहराने वाले खिलाड़ियों की मेहनत और जज्बे को आपने कलंकित किया है।
अब रही बात मेरे गुजरात की तो आपको बता दूँ कि गुजरात के खिलाड़ियों ने #CommonwealthGames में परचम लहराया है, 5 मेडल्स जीते है— Harsh Sanghavi (@sanghaviharsh) August 10, 2022
આ ઉપરાંત રાજ્યના ખેલ મંત્રીએ કોંગ્રેસ પર દેશની પ્રતિભા તોડવાનો આરોપ લગાવ્યો છે. તેમજ કોંગ્રેસની દેશને વિભાજીત કરવાની માનસિકતા લોકો સામે ઉજાગર કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની માનસિકતા લોકો સામે આવી રહી છે. ગુજરાતના ખેલાડીઓની કોંગ્રેસે માફી માંગવી જોઇએ.
यह कोई पहली बार नही जब कांग्रेस ने देश या गुजरात की निंदा की हो।
बँटवारे की गंदी राजनीति आपके खून में है और अखंड राष्ट्र की कल्पना हमारे रग रग में हैं ।
आखिर इतनी नफरत गुजरात के लिए कांग्रेस लाती कहा से है। यहीं इनका चरित्र है जो आज एक बार फिर गुजरात की जनता के समाने आया है!
— Harsh Sanghavi (@sanghaviharsh) August 10, 2022
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે 61 મેડલ જીતીને ચોથા નંબરે રહ્યો છે. ભારતે આ વર્ષે સૌથી વધારે મેડલ કુશ્તીમાં 12 મેડલ જીત્યા છે, જેમાંથી છ ગોલ્ડ અને એક સિલ્વર તથા પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે. ત્યાર બાદ વેઈટલિફ્ટીંગમાં નંબર આવે છે જેમાં ભારતીય દળે 10 મેડલ પ્રાપ્ત કર્યા છે. આમ જોવા જઈએ તો, આ ગેમ્સમાં દેશભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો, આ ખેલાડીઓએ કુલ 61 મેડલ દેશને અપાવ્યા છે. જો કે, હવે તેને લઈને રાજકારણ પણ ખેલાઈ રહ્યું છે. મહિલા કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારીએ આ બાબતને લઈને ખાસ ગુજરાતીઓ પર કટાક્ષ કરીને ઘોર અપમાન કર્યું છે.
સોશિયલ મીડિયા પર લોકોએ ખાસ કરીને ગુજરાતીઓએ પણ તેમને આડે હાથો લીધા છે. સાથે જ લોકોએ નતાશાના જ્ઞાનને લઈને પણ સવાલો ઊભા કર્યા હતા. લોકો હવે નતાશાને ન્યૂઝ પેપર વાંચી અપડેટ રહેવા માટે સલાહ આપી રહ્યા છે. જો કે, બાદમાં નતાશાનો બરાબરનો ઉધડો લેતા તેમણે ટ્વિટ હટાવી દીધું હતું અને લોકો પાસે માફી પણ માગવી પડી હતી.