નેશનલ

લોકસભામાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી

Text To Speech

મળતી માહિતી અનુસાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી એકવાર બગડી છે. જે બાદ સોનિયા ગાંધીને રાહુલ ગાંધી સસંદમાંથી ઘરે લઈ ગયા હતા. જ્યાં તેઓની સારવાર હાથ ધરવામાં આવશે. લોકસભાની કામગીરી પહેલા સોનિયા ગાંધીની ફરી એકવાર તબિયત લથડી છે.

આ પણ વાંચો : વૈશ્વિક મંદીની અસર : હવે Dell પણ આટલાં કર્મચારીઓની છટણી કરવાની તૈયારીમાં

સોનિયા ગાંધીએ ગરમ જેકેટ પહેર્યું હતું, ત્યારે સંસદમાં અચાનક બેચેની અનુભવવા લાગ્યા હતા . જે બાદ રાહુલ ગાંધી તેમને ઘર તરફ લઈ જવા રવાના થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી આજે સંસદમાં બોલવાના હતા પણ માતાની તબિયત અચાનક ખરાબ થઈ જતા તેઓ તેમને સંસદમાંથી ઘરે લઈ જવા નીકળી ગયા છે. ત્યારે રાહુલ સોનિયા ગાંધીને ઘરે ડ્રોપ કરી પાછા આવીને લોકસભામાં બોલશે.

આ પહેલા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં બીમાર પડ્યા હતા. શ્વસન ચેપને કારણે તેમને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના બોર્ડ ઑફ મેનેજમેન્ટના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપે જણાવ્યું હતું કે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી કે જેઓ વાયરલ શ્વસનને લગતા ચેપ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા. તે સમયે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા પર હતા. માતા સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત હોવાની માહિતી મળતા જ તેઓ યાત્રા અધવચ્ચે છોડીને દિલ્હી પહોંચ્યા હતા.

Back to top button