ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડી, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

Text To Speech

વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનો પત્ર લખી રાજીનામું આપી દીધું છે.

કોંગ્રેસને સૌથી મોટો ઝટકો પડ્યો

નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીની અંદર ગાંધી પરિવાર સામે એક નારાજ નેતાઓનું જૂથ ચાલી રહ્યું છે જેને G-23 જૂથ કહેવામાં આવી રહ્યું હતું. આ જૂથમાં આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા નેતાઓ સામેલ હતા અને તેમાંય ગુલામ નબી આઝાદ આ બધા નેતાઓના લીડર માનવામાં આવતા હતા.

ગુલામ નબી આઝાદ G-23 જુથમાં સામેલ 

ગુલામ નબી આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના G-23 જૂથમાં પણ સામેલ હતા. જી-23 જૂથ સતત કોંગ્રેસમાં ઘણા ફેરફારોની માંગ કરી રહ્યું છે. આ પહેલા કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. સપા દ્વારા તેમને રાજ્યસભામાં પણ મોકલવામાં આવ્યા છે.

રાજીનામું આપી રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

ગુલામ નબી આઝાદની નારાજગી ત્યારે સામે આવી જ્યારે તેમણે પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યાના કલાકો બાદ જ પદ પરથી રાજીનામું આપ્યું. સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ આઝાદના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડે. તેથી જ તેમને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ ગુલામ નબીએ પદ મળ્યાના થોડા કલાકો બાદ રાજીનામું આપી દીધું હતું. ત્યારથી રાજકીય વર્તુળોમાં તેમના વિશે અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.

ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદો

ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મતભેદો રહ્યા છે. પ્રમુખની ચૂંટણીની વાત હોય કે પછી અમુક મુદ્દાઓ પર પાર્ટીના સ્ટેન્ડની વાત હોય. ગુલામ નબી આઝાદ પણ તે G23નો એક ભાગ છે જે પાર્ટીમાં ઘણા મોટા ફેરફારોની હિમાયત કરે છે.

Back to top button