ટોપ ન્યૂઝનેશનલ

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની સર્જીકલ સ્ટ્રાઈક અને પુલવામા અંગે વિવાદિત ટિપ્પણી

Text To Speech

કોંગ્રેસની ભારત જોડો યાત્રા કાશ્મીર પહોંચતની સાથે જ વિવાદો શરૂ થઈ ગયા છે. આજે ભારતજોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજસિંહે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં મીડિયાને કહ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઈક ના પુરાવા હજુ સુધી મોદી સરકારે આપ્યા નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પુલવામા હુમલામાં પણ મોદી સરકારે સંસદમાં કોઈ રિપોર્ટ આપ્યો નથી.

આ પણ વાંચો : MP કેબિનેટ મંત્રી ઉષા ઠાકુરનું નિવેદન- ‘ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરનારા દેશદ્રોહી છે’

એકતરફ રાહુલ ગાંધીની ભારતજોડો યાત્રા થી કોંગ્રેસ કાર્યકર્તાઓને એક નવી ઉર્જા મળી રહી છે અને કોંગ્રેસની એક નવી શરૂઆત થવાના એંધાણ થઈ રહ્યા છે ત્યા કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજયસિંહ દ્વારા ભારતજોડો યાત્રા દરમિયાન મીડિયા જોડે વાત કરતાં મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને સર્જીકલ સ્ટ્રાઈક તથા પુલવામા હુમલા અંગે પુરાવા ન આપવાની વાત તેમણે કરી હતી.

તેમણે મીડિયા સંબોધન કરતાં કહ્યું કે સર્જીકલ સ્ટ્રાઈક ના હજુ સુધી મોદી સરકાર દ્વારા કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી અને પુલવામાં હુમલાની પણ કોઈ માહિતી સંસદમાં રજૂ કરવામાં આવી નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ભાજપ શાસન માં હિન્દુ અસુરક્ષિત થઈ જાય છે જ્યારે ઇસ્લામીક શાસનમાં હિન્દુ સુરક્ષિત હોવાની વાત કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા.

Back to top button